હું લોકસભાની ચૂંટણી નથી લડવાનો એ સ્પષ્ટ છેઃ જિગ્નેશ મેવાણી

News18 Gujarati
Updated: February 13, 2019, 1:09 PM IST
હું લોકસભાની ચૂંટણી નથી લડવાનો એ સ્પષ્ટ છેઃ જિગ્નેશ મેવાણી
રાજકોટમાં જિજ્ઞેષ મેવાણી

રાજકોટમાં આજે બુધવારે સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના શાસ્ત્રી મેદાન સાથે જાહેર સભા પણ યોજાશે. આ જાહેરસભાને ત્રણ યુવા નેતાઓ લોકોને સંબોધશે.

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટમાં યોજાનારી સંવિધાન રેલીમાં ભાગ લેવા પહોંચેલા કનૈયાકુમાર અને હાર્દિક પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશમાં સંવિધાન પર જોખમ છે અને દેશમાં સરકાર દ્વારા વિવિધ એજન્સીઓનો દુરઉપયોગ કરવામાં આવી રહ્યો છે.. ત્યારે કનૈયા કુમારે જણાવ્યું હતું કે દેશમાં હવે ગુજરાત મોડલની ચર્ચા નથી થતી તે બાબત ઘણુ બધુ કહી જાય છે.. ત્યારે આગામી દિવસોમાં હાર્દિક, કનૈયાકુમાર અને જીગ્નેશ મેવાણીની ત્રિપુટી સમગ્ર દેશમાં આ પ્રકારને આંદોલન શરૂ કરશે તે સંકેતો સ્પષ્ટ રીતે મળી રહ્યા છે

ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ પણ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી લડવા અંગે સ્પષ્ટતા કરી હતી. જિગ્નેશ મેવાણી  લોકસભાની ચૂંટણી નહીં લડે એમ જણાવ્યું હતું. આ ટીઆરપી વધારે આવતી હોવાના કારણે આવા સમાચારો જીવંત રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ વાતને માત્ર અફવા ગણાવી હતી.

અમારી પહેલથી સરકારમાં બેઠેલા લોકો ગભરાયેલા દેખાય છેઃ કનૈયા કુમાર

આ ઉપરાંત કનૈયા કુમારે પણ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય મહિનાઓથી ભારતના વિવિધ રાજ્યોમાં અમે અભિયાન ચલાવી રહ્યા છીએ. જેનું નામ છે સંવિધાન બચાવો દેશ બચાવો. આ અભિયાન અંતર્ગત જય જવાન, જય કિશાન, જય સંવિધાનનો નારો લગાવી રહ્યા છીએ. આ નારા અંતર્ગત અમે અલગ અલગ વિસ્તારોમાં જઇને લોકોને મળી રહ્યા છીએ. એમની સાથે સંવાદ કરી રહ્યા છીએ.

રાજકોટમાં કનૈયા કુમાર


આ જનસંવાદમાં દેશની શું પરિસ્થિતિ છે. સંવિધાનનું શું છે. સરકારની શું જવાબદારી છે. નાગરીકોના શું અધિકાર છે. નાગરીકોની શું ફરજ છે. આ વિષયો ઉપર ચર્ચા કરીએ છીએ. પરંતુ આ એક ખુબ જ દુઃખી છે કે, અમારા કાર્યથી સરકારમાં બેઠેલા લોકો ગભરાયેલા જોવા મળે છે. જોકે, તેઓ દાવો કરે છે કે તેઓ તાકતવર છે સાશન પ્રસાશન તેમની સાથે છે. તેમ છતાં અમારા જેવા નવ યુવાનોથી તેઓ ડરી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, મને આ લોકો દેશદ્રોહી કહે છે પરંતુ મારા પરિવારમાંથી અનેક લોકો દેશની સેવા કરી રહ્યા છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. જોકે, આ સત્યને છૂપાવવા માટે આ લોકોને મુશ્કેલીઓ આવી રહી છે. આ લોકો દેશદ્રોહીનો ઢોલ ખુબ જ જોરજોરથી વગાડી રહ્યા છે. તેમનો આ ઢોલ એક દિવસ ફાટી જશે. જોકે, ફાટી ગયો છે. એનું એક ઉદાહરણ છે.આ ઉપરાંત કનૈયા કુમારે હાર્દિક પટેલ અને જિજ્ઞેશ મેવાણીને સરદાર પટેલના સિદ્ધાંતો ઉપર ચાલવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ બંને યુવા નેતાઓના આંદોલનના કારણે ગુજરાતના લોકોને ગુજરાતની સારી બાબત પણ ધ્યાનમાં આવી છે. ગુજરાતની ધરતી ઉપર આજે એવા લોકો છે જે સંવિધાનને બચાવવા માટેની લડાઇ લડી રહ્યા છે.

કનૈયા કુમારે પોતાના ઉપર થયેલા રાજદ્રોહ કેસમાં ચાર્જશીટ અંગે જણાવતા પોલીસ પ્રશાસન અને ભાજપ સરકાર ઉપર કટાક્ષ કર્યા હતા. સરકારો ચૂંટાય છે દેશમાં સ્કૂલ, હોસ્પિટલ, બેરોજગાર યુવાનોને નોકરીઓ આપવા માટે, સમાજમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા માટે હોય છે. જો સરકાર આમ ન કરે તો એક નાગરીક તરીકે તેનો હક છે કે આ અંગે વડાપ્રધાનને પ્રશ્ન પૂછે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી નથી ડર્યા તો હવે શું ડરશું. દેશના આંકડા બતાવી રહ્યા છે કે, તમે જનારા છો અને સારા દિવસો આવનારા છે.

બંધારણને મજબૂત કરવાનો આ રેલીનો મુખ્ય હેતુંઃ હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સંવિધાન બચાવો ભારત બચાવોના બેનર હેઠળ પદયાત્રાનું આયોજન કરવાનું વિચારી રહ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી બંધારણની જોગવાઇઓનો વિરુદ્ધ જઇને સરકાર પોલીસ પ્રસાશન બધા સાથે રહીને બાંધારણનું ઉલ્લંઘન કરી રહ્યા છે. બંધારણને મજબૂત બનાવવાનો આ રેલીનો મુખ્ય હેતું છે. છેલ્લા 10 દિવસથી આ રેલીના વિરોધમાં ગણા બધા લોકોએ પોસ્ટરો છપાવ્યા, કાળી શ્યાહીં લગાવી. ગણા બધા લોકોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગણાબાદ સવાલો એ પણ થાય છે. દેશ અને સમાજ માટે લડતા યુવાનોનો વિરોધ કરીને શું યુવકોને લડતા બંધ કરવાનો પ્રશ્ન પણ હાર્દિક પટેલે કર્યો હતો.



રાજકોટમાં આજે બુધવારે સંવિધાન બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના શાસ્ત્રી મેદાન સાથે જાહેર સભા પણ યોજાશે. આ જાહેરસભાને ત્રણ યુવા નેતાઓ લોકોને સંબોધશે.

જેમાં જેએનયુનો પૂર્વ વિદ્યાર્થી કનૈયાકુમાર, પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ, અને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી હાજર રહેશે. આ ઉપરાંત સ્વામી ચક્રપાણી મહારાપણ આ રેલીમાં હાજરી આપવા આવશે એવું સુત્રોએ જણાવ્યું હતું.

રાજકોટના હોસ્પિટલ ચોક ખાતે તા. ૧૩ના રોજ બપોરે ૩ કલાકે સંવિધાન બચાવો દેશ બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રવાદી યુવા મંચ દ્વારા આયોજિત રેલીમાં કલ્કી પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃશ્નામ, રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચકપાણી મહારાજ, પાસ નેતા હાર્દિક પટેલ અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને યુવા નેતા કનૈયા કુમાર સહિતના નેતાઓ જોડાવવાના હોય અને સંબોધન કરવાના છે. જોકે રેલી પૂર્વે જ કનૈયા કુમારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર લાગેલા પોસ્ટરમાં કનૈયાકુમારમાં મો પર કાળી સ્યાહી લગાવી વિરોધ થતો જોવા મળી રહ્યો છે જોકે આ કૃત્ય કોનું છે તે કહી સકવું મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ઘરેથી ભાગેલી યુવતીએ ઝેર પીધા બાદ પોલીસનો ફોન જતાં યુવકે પણ વખ ગોળ્યું

ઉલ્લેખનીય છે કે, આજે બુધવારે રાજકોટમાં સંવિધાન બચાવો રેલીમાં ભાગ લેવા માટે મંગળવારે રાત્રે યુવાનેતા કનૈયાકુમાર રાજકોટ આવી પહોંચ્યો હતો. તેમણે ગુજરાતમાં ખેડૂતોના આપઘાત વધવા સહિતની બાબતો વિશે સરકારની આકરી ટીકા કરી હતી.
First published: February 13, 2019, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading