Home /News /kutchh-saurastra /

રાજકોટઃ 5 જૂનથી પ્લાસ્ટિકના પાઉચ પર પ્રતિબંધની જાહેરાત

રાજકોટઃ 5 જૂનથી પ્લાસ્ટિકના પાઉચ પર પ્રતિબંધની જાહેરાત

  વિશ્વ પર્યાવરણ દિવસના એક દિવસ પહેલા રાજકોટના મેયર અને મ્યુનિસિપલ કમિશ્વરે પ્લાસ્ટિકના પાઉચ વેચવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. આ પ્રતિબંધ પાંચમી જૂનથી અમલી બનશે. નોંધનીય છે કે ગુજરાત સરકાર હાલ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા માટે એક અભિયાન ચલાવી રહી છે.

  પ્લાસ્ટિક વેસ્ટનાં નિયમોનાં અમલીકરણ અંગે મંગળવારે કાર્ય શિબિર

  સરકારના વન વિભાગ દ્વારા આગામી ૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે રાજ્ય કક્ષાની ઉજવણી મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે કરાશે જેમાં પ્લાસ્ટિક વેસ્ટના નિયમોના અમલીકરણ માટે કાર્ય શિબિર યોજાશે.

  પ્લાસ્ટિક વેસ્ટના વ્યવસ્થાપન માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા ચાલુ વર્ષે વિશ્વ પર્યાવરણ દિનની ‘‘બીટ પ્લાસ્ટિક પોલ્યુશન’’ થીમ જાહેર કરાઇ છે.

  મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પર્યાવરણ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમાર અને મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘની ઉપસ્થિતિમાં આ કાર્યશિબિરનો સવારે 10 કલાકે શુભારંભ કરાશે.

  આ કાર્યક્રમ પહેલાં મુખ્યમંત્રી પ્લાસ્ટિક કચરાના સુચારુ વ્યવસ્થાપન માટે યોજાયેલ પ્રદર્શનને ખુલ્લું મૂકીને પ્રદર્શનની મુલાકાત પણ લેશે. પ્લાસ્ટિક વેસ્ટ નિયમો અંગે પુસ્તિકાનું વિમોચન તથા ક્લીનર પ્રોડક્શન એવોર્ડ પણ મહાનુભાવોના હસ્તે એનાયત કરાશે. ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત ખાતે યોજાયેલ ચિત્રસ્પર્ધાના વિજેતાઓને ઇનામોનું વિતરણ કરાશે.

  પ્લાસ્ટિકના ઉત્પાદકો તેમજ પેકેજીંગ એકમો અને વપરાશકર્તા નાગરિકો પણ આ પ્રત્યે જાગૃત બને તે અત્યંત અનિવાર્ય છે. વિશ્વ પર્યાવરણ દિન ૨૦૧૮ની ઉજવણી નિમિત્તે રાજ્યમાં તા.૧૮મી મેથી પ્લાસ્ટિક કચરાને જાહેર સ્થળે, માર્ગની આસપાસની જગ્યાઓ, નદીકાંઠાઓ, દરિયાકાંઠાના ખાસ વિસ્તારો ખાતે સાફ સફાઇ ઝુંબેશ હાથ ધરીને સાફ-સુથરી કરવામાં આવ્યા છે, એમ વન વિભાગ દ્વારા જણાવાયું છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Plastic, Sale, રાજકોટ

  આગામી સમાચાર