Home /News /kutchh-saurastra /લો બોલો! રાજકોટઃ 5 વર્ષ પૂર્વે સગીરાને ભગાડી જનાર પરપ્રાંતીય યુવક ઝડપાયો, બની ચૂક્યો છે ત્રણ સંતાનોનો પિતા

લો બોલો! રાજકોટઃ 5 વર્ષ પૂર્વે સગીરાને ભગાડી જનાર પરપ્રાંતીય યુવક ઝડપાયો, બની ચૂક્યો છે ત્રણ સંતાનોનો પિતા

પકડાયેલા આરોપીની તસવીર

દીકરીના પિતા અગાઉ અમદાવાદના બિસ્કીટના કારખાનામાં કામ કરતા હતા તે સમયે ભુપેન્દ્ર પણ ત્યાં કામ કરતો હતો. જેના કારણે બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો.

રાજકોટ: શહેરમાં અજીબો ગરીબ કિસ્સો (OMG story) સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં પાંચ વર્ષ પૂર્વે 16 વર્ષીય સગીરાને ભગાડી જનાર પરપ્રાંતીય શખ્સો પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. જોકે પોલીસે ઝડપી પાડેલ શખ્સ હાલ ત્રણ સંતાનોનો પિતા બની ગયો હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટ શહેરના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ભૂપેન્દ્ર ઉર્ફે દંગા રમેશ કોહલે નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ 2016માં કુવાડવા રોડ પોલીસ મથકમાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પીએસઆઇ અસલમ અન્સારીએ જણાવ્યું હતું કે, કુવાડવા હાઇવે પર બિસ્કીટના કારખાનામાં કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશના વ્યક્તિની ૧૬ વર્ષીય પુત્રીને મધ્યપ્રદેશનો ભુપેન્દ્ર નામનો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ને વર્ષ 2016માં લઈ ગયો હતો. જે તે સમયે આ મામલે શહેરના કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ હતી.

દીકરીના પિતા અગાઉ અમદાવાદના બિસ્કીટના કારખાનામાં કામ કરતા હતા તે સમયે ભુપેન્દ્ર પણ ત્યાં કામ કરતો હતો. જેના કારણે બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો. બાદમાં દીકરીના પિતા અમદાવાદ છોડી પોતાના પરિવાર સાથે રાજકોટ આવી ગયા હતા.

આ પણ વાંચોઃ-Valentine day પર માતાના હાથ પુત્રના લોહીથી રંગાયા, પ્રેમલગ્ન કરનાર પુત્ર અને પુત્રવધૂની કરી નાંખી હત્યા

આ પણ વાંચોઃ-ખેડાઃ Valentine Day પર જ બાળપણના ત્રણ મિત્રોને એક સાથે મળ્યું મોત, એક જ ગામના અને સાથે કરતા હતા કામ

દરમિયાન ભુપેન્દ્ર 2016માં અમદાવાદથી રાજકોટ આવી સગીરાને ભગાડી ગયો હતો. ત્યારે લાંબા સમય પછી પણ પ્રેમી પંખીડા હાથમાં ન આવતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારાસર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ-મહિલા ડોક્ટરને બ્યુટી પાર્લરમાં થયો કડવો અનુભવ, ફેશિયલ કરાવતી વખતે આખો ચહેરો બળી ગયો

આ પણ વાંચોઃ-પતિ સંતાઈને પાછલા દરવાજાથી ઘરમાં ઘૂસ્યો, પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ, બંનેની હત્યા

જે અંતર્ગત આરોપી ભુપેન્દ્રના પિતાના મોબાઈલ નંબર મળતા તેમનો સંપર્ક કર્યો હતો. દરમિયાન ભુપેન્દ્ર અને તરુણી ભોપાલના રાજેન્દ્રનગર કોલોનીમાં આવેલા કારખાનામાં રહેતા હોવાની માહિતી મળી હતી. જે બાદ રાજકોટ શહેર પોલીસની એક ટીમ ને તુરંત ભોપાલ દોડાવવામાં આવી હતી. ત્યારે રાજકોટ શહેર પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પર હોટલથી ભુપેન્દ્ર અને યુવતી મળી આવ્યા હતા.



બંને પતિ-પત્ની તરીકે છેલ્લા છ વર્ષથી રહેતા હોવાનું પણ સામે આવ્યું છે. તો સાથે જ લગ્ન જીવન દરમિયાન ભુપેન્દ્ર અને યુવતી ત્રણ સંતાનોના માતા-પિતા બની ગયા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા યુવતી અને તેના ત્રણ સંતાનોને તેના ભાઈના હવાલે કરવામાં આવ્યા છે જ્યારે કે સગીરાને ભગાડી જનાર ભુપેન્દ્ર સામે પોલીસે પોક્સો ની કલમ ઉમેરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: Crime news, Kidnapping, ગુજરાત, રાજકોટ