Home /News /kutchh-saurastra /Russia-Ukraine war Effect: રાજકોટમાં મેટલમા આગ ઝરતી તેજી, અનેક લોકોના વેપાર ધંધા થયા ઠપ્પ

Russia-Ukraine war Effect: રાજકોટમાં મેટલમા આગ ઝરતી તેજી, અનેક લોકોના વેપાર ધંધા થયા ઠપ્પ

રાજકોટ

રાજકોટ : યુદ્ધના કારણે મેટલમા આગ ઝરતી તેજી, અનેક લોકોના વેપાર ધંધા થયા ઠપ્પ

Rajkot News:યુક્રેન અને રશિયા વચ્ચે લાગેલી યુદ્ધની જ્વાળાઓ મોંઘવારીના સ્વરૂપે રાજકોટના ઇમિટેશન બજાર સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે.

  મુસ્તુફા લાકડાવાલા, રાજકોટઃ હાલ એક તરફથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની (Russia-Ukraine war) પરિસ્થિતિ નું નિર્માણ થવા પામ્યું છે. બંને દેશ વચ્ચે ક્યારે પરિસ્થિતિ સામાન્ય બનશે તે કહેવું મુશ્કેલ છે. બીજી તરફ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તર પર ક્રૂડ (croud oil) અને ધાતુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે લાગેલી યુદ્ધની જ્વાળાઓ મોંઘવારીના સ્વરૂપે રાજકોટના ઇમિટેશન બજાર સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. ત્યારે જુઓ આ અંગે અમારો આ રિપોર્ટ માત્ર ન્યૂઝ 18 ગુજરાતી (લોકલ)

  રાજકોટ ની સોની બજારમાં બનેલા દાગીના અને સામાકાંઠે બનતા ઇમીટેશન ના દાગીના ભારતભરમાં પ્રખ્યાત છે. ત્યારે કોરોના ની બીજી લહેર બાદ માંડ ઇમીટેશન માર્કેટમાં ખરીદી નો પવન ફૂંકાયો હતો. જેને જાણે કે કોઈની નજર લાગી હોય તેમ રશિયા અને યુક્રેન યુદ્ધ ના લબકારા વચ્ચે ફરી એક વખત ગ્રહણ લાગ્યું છે.

  ઇમીટેશન ના દાગીનાની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતી જુદી જુદી ધાતુઓના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. રશિયા થી ઇમ્પોર્ટ કરવામાં આવતી નિકલ ધાતુનો ભાવ 3 દિવસ પૂર્વે 1800 હતો. જે હાલની તારીખમાં 4000 સુધી પહોંચી ચૂક્યો છે. જ્યારે કે, શ્રીલંકામાં હાલ કોઈ યુદ્ધની પરિસ્થિતિ નથી તેમ છતાં ત્યાંથી ઇમ્પોર્ટ કરવામાં આવતી ધાતુના ભાવમાં પણ તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.

  - 3 દિવસમાં નિકલનો ભાવ રૂ.1800થી વધીને રૂ.૪૦૦૦ પર પહોચ્યો
  - કોપરનો પ્રતિ કિલો ભાવ રૂ.700થી વધીને રૂ.900 સુધી પહોંચ્યો
  - અલોય મેટલ 220 થી 380 ભાવ થયો
  - બ્રાસનો ભાવ રૂ.૪૦૦થી રૂ.600 સુધી પહોંચ્યો
  - નિકલ રશિયાથી આવતુ હોવાથી નાના ધંધાર્થીઓને કમરતોડ ફટકો પડ્યો
  - ભાવ બમણા થતા પ્રોડક્શન ઠપ્પ થયું
  - માત્ર રાજકોટમાં 5 દિવસમાં જ 40 જેટલા કારખાના બંધ થયા
  - પ્લેટિંગ અને કાસ્ટિંગ યુનિટો બંધ થઈ રહ્યાં છે

  સતત ધાતુમાં વધતા જતા ભાવના કારણે છેલ્લા 5 દિવસમાં 40 જેટલા કારખાનાઓ ટેમ્પરરી બંધ કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે ન માત્ર કારખાનાઓમાં માલિકો ને પરંતુ કારખાનાઓમાં રોજ બરોજ નું મહેનતાણું મેળવનારા રોજમદારો ને પણ અસર પહોચી છે. હાલ ધાતુના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં પ્રોડક્શન ઊંચા ભાવે કરવામાં આવે અને યુધ્ધ ની પરિસ્થિતિ થાળે પડી જાય તો તાત્કાલિક અસર થી ધાતુના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે. આવામાં વેપારીઓ પણ હાલ માલ મંગાવવાનું ટાળી રહ્યા છે. જેની સીધી અસર ઉત્પાદનકર્તાઓ પર પડી છે.

  આ પણ વાંચોઃ-રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

  રાજકોટનું ઈમિટેશન ઉદ્યોગ દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે હવે ઈમિટેશનના કારખાના ચલાવનાર જણાવી રહ્યાં છે કે જે પ્રકારે યુદ્ધની સ્થિતીથી ધાતુઓ મોંઘી થઈ રહી છે જેને કારણે યુનિટ ચલાવવા મુશ્કેલ બની રહ્યાં છે તો બીજી તરફ યુનિટો બંધ થવાના આરે હોવાથી રોજમદારોને પણ કારખાનાઓમાંથી છુટ્ટા કરવામાં આવી રહ્યાં છે. મજૂરી માટે અન્ય રાજ્યમાંથી રાજકોટ આવેલા રોજમદારો માટે પણ ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની રહ્યું છે.

  આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં બોયફ્રેન્ડ સાથે ફરવા જતી ધો.10ની વિદ્યાર્થિનીને કરી નજર કેદ, કિશોરીની આત્મહત્યાની કોશિશ

  હાલ ભલે યુધ્ધ માત્ર રશિયા અને યુક્રેન વચ્ચે જ ચાલી રહ્યું હોઈ. અમેરિકા તેમજ બ્રિટન દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા હોઈ પરંતુ ક્યાંકને ક્યાંક યુક્રેનમાં ઉઠી રહેલી જ્વાળાઓ ભારત સહિત વૈશ્વિક સ્તરે ફેલાયેલી જોવા મળી રહી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Gujarati news, Rajkot News, Russia Ukraine, Russia ukraine war, રાજકોટ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन