રૂપાણીના મંત્રીમંડળમાં કોને મળશે સ્થાન? સૌરાષ્ટ્રને અપાશે વધુ પ્રાધાન્ય

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 23, 2017, 9:22 AM IST
રૂપાણીના મંત્રીમંડળમાં કોને મળશે સ્થાન? સૌરાષ્ટ્રને અપાશે વધુ પ્રાધાન્ય
ગુજરાતની ભાજપ સરકાર 26 કે 27 ડિસેમ્બરે શપથ લેશે. મુખ્યમંત્રીના નામની ચાલતી અટકળોનો અંત આવી ગયો છે. સીએમ તરીકે વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ તરીકે નીતિન પટેલના નામની જાહેરાત થઇ ગઇ છે.

ગુજરાતની ભાજપ સરકાર 26 કે 27 ડિસેમ્બરે શપથ લેશે. મુખ્યમંત્રીના નામની ચાલતી અટકળોનો અંત આવી ગયો છે. સીએમ તરીકે વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ તરીકે નીતિન પટેલના નામની જાહેરાત થઇ ગઇ છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતની ભાજપ સરકાર 26 કે 27 ડિસેમ્બરે શપથ લેશે. મુખ્યમંત્રીના નામની ચાલતી અટકળોનો અંત આવી ગયો છે. સીએમ તરીકે વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ તરીકે નીતિન પટેલના નામની જાહેરાત થઇ ગઇ છે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદી વિજય રૂપાણી પર ફરી વિશ્વાસ મૂક્યો છે. જોકે, મંત્રીમંડળની પસંદગીમાં કેટલાક સમીકરણોને ધ્યાનમાં લેવાશે.

સૌરાષ્ટ્રને પ્રાથમિકતા અપાય તેવી શક્યતા

વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સૌરાષ્ટ્રમાં ભાજપ ધોવાયું હોવાથી ત્યાં પ્રાધાન્ય અપાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજ્યમાં પાટીદાર આંદોલન ચાલી રહ્યું હોવાથી પાટીદારોને મંત્રી મંડળમાં અગ્રીમતા અપાશે

તેવી પણ શક્યતા છે. તો 2019ની લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે તો મંત્રી મંડળમાં તેને ધ્યાનમાં રાખીને પણ મંત્રી મંડળની પસંદગી કરવામાં આવશે. મંત્રીમંડળમાં વિસ્તાર અને જાતિનું પણ ધ્યાન રાખવામાં આવશે. એક શક્યતા એવી પણ છે કે ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે.

મંત્રીમંડળના સંભવિત ચહેરા
  • કૌશિક પટેલ

  • પ્રદિપસિંહ જાડેજા

  • વલ્લભ કાકડિયા

  • આર.સી. ફળદુ

  • જયેશ રાદડિયા

  • વિભાવરી દવે

  • પરુષોત્તમ સોલંકી

  • બાબુ બોખિરીયા

  • દિલીપ ઠાકોર

  • વાસણ આહિર

  • નિમા આચાર્ય

  • ગણપત વસાવા

  • અરવિંદ પટેલ

  • પબુભા માણેક

  • સી.કે. રાઉલજી

  • હિતુ કનોડિયા

  • કુમાર કાનાણી

  • દુષ્યંત પટેલ

  • જીતુ સુખડિયા

  • મનિષા વકીલ

  • સંગીતા પાટીલ

  • પંકજ દેસાઈ

  • પરબત પટેલ

  • રાજેન્દ્ર ત્રિવેદી

  • શૈલેષ મહેતા

First published: December 23, 2017, 9:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading