રાજકોટ પોલીસની ત્રણ Raid: બે મહિલા સહિત 20 પતા-પ્રેમી ઝડપાયા, મહિલા ચલાવતી હતી જુગારધામ

રાજકોટ પોલીસની ત્રણ Raid: બે મહિલા સહિત 20 પતા-પ્રેમી ઝડપાયા, મહિલા ચલાવતી હતી જુગારધામ
ક્કસ બાતમીના આધારે અમારી ટીમે રેડ કરતા રોશન બેન નામની મહિલાના મકાનમાં જુગાર રમતા છ જેટલા વ્યક્તિઓ ઝડપાતા તેમની ધરપકડ કરવામાં આવી

ક્કસ બાતમીના આધારે અમારી ટીમે રેડ કરતા રોશન બેન નામની મહિલાના મકાનમાં જુગાર રમતા છ જેટલા વ્યક્તિઓ ઝડપાતા તેમની ધરપકડ કરવામાં આવી

  • Share this:
રાજકોટ: છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેરમાં દારૂ અને જુગારની બંધી પ્રવર્તમાન છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ક્રાઇમબ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના તમામ અધિકારીઓને દારૂ અને જુગારની બદીનો નાશ કરવા માટેની કડક સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત અવારનવાર રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પતા પ્રેમીઓ તેમજ ક્રિકેટ પર સટ્ટો રમાડતા સટોડિયાઓ ની તેમજ પંટરો ની ધરપકડ કરવામાં આવે છે.

ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ તાલુકાના ખોરાણા ગામે વાડીની ઓરડીમાં દરોડો પાડી જુગાર રમતા આઠ જેટલા શખસોની ધરપકડ કરી છે. સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ જોગી જોગરાણા ની ટીમને બાતમી મળી હતી કે રાજકોટ તાલુકાના ખોરાણા ગામે આવેલી રમેશ ખોડાભાઈ ચૌહાણની વાડીની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા પાડવામાં આવેલા દરોડા માં આઠ જેટલા શકશો ઝડપાયા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળ પરથી એક લાખ એકસઠ હજાર રૂપિયા રોકડ કબજે કરી હતી.



રાજકોટ: પૂર્વ પ્રેમિકાનો અશ્લિલ ફોટો વોટ્સએપના DP પર મૂક્યો, લખ્યું-'કળિયુગની દ્રૌપદી'

તો બીજી તરફ પ્રદ્યુમન નગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એલ ચાવડાએ ન્યુઝ એટ ઈન ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે જામનગર રોડ વાલ્મિકી શેરી નંબર 1/ 4 ના ખૂણા પાસે કેટલાક ઇસમો ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે અમારા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવતા કુલ છ જેટલા ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા જેમની પાસે રોકડ રહેલા દસ હજાર સાતસો રૂપિયા પોલીસે કબજે કર્યા છે. તો સાથે જ તમામ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પણ બે મહિલા સહિત જુગાર રમતા છ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સમગ્ર મામલે ન્યુઝ એટ ઈન ગુજરાતી સાથેની વાતચીતમાં બી ડિવિઝન પોલીસ મથકના પી.આઈ એમ.બી.ઔસુરા એ જણાવ્યું હતું કે, અમારી ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભગવતીપરામાં આવેલા મિયાણા વાસમાં એક મહિલા પોતાના મકાનમાં જુગારધામ ચલાવી રહી છે. ત્યારે ચોક્કસ બાતમીના આધારે અમારી ટીમે રેડ કરતા રોશન બેન નામની મહિલાના મકાનમાં જુગાર રમતા છ જેટલા વ્યક્તિઓ ઝડપાતા તેમની ધરપકડ કરવામાં આવી છે તો સાથે જ ઘટનાસ્થળ પરથી રૂપિયા 5160 ની રોકડ કબજે કરવામાં આવી છે.
Published by:kiran mehta
First published:November 05, 2020, 16:19 pm

ટૉપ ન્યૂઝ