જસદણ : ધોળેદિવસે 3.10 લાખની લૂંટ, 2 શખ્સ CCTVમાં કેદ, વેપારીની 'ધનતેરસ બગડી'

જસદણ : ધોળેદિવસે 3.10 લાખની લૂંટ, 2 શખ્સ CCTVમાં કેદ, વેપારીની 'ધનતેરસ બગડી'
લૂંટના બે શંકાસ્પદ આરોપીઓ સીસીટીવીમાં જોવા મળ્યા છે.

જુઓ વીડિયોમાં વેપારીના થેલામાથી પૈસા લૂંટીને જઈ રહેલા શખ્સોની કરામત, વેપારીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો

 • Share this:
  રાજકોટ : રાજકોટના જસદણમાં (Jasdan Robbery) વેપારી સાથે ધોળેદિવસે લૂંટની ઘટના સામે આવી છે. જસદણમાં બેંકનાંથી પૈસા ઉપાડીને નીકળેલા એક વેપારીના થેલામાંથી પૈસા ઝૂંટવી અને નાસી ગયા હતા. ઘટનાના પગલે ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસતા બે લબરમૂછિયા જેવા શખ્સો સીસીટીવી (CCTV Video of Jasdan robbery) વીડિયોમાં કેદ થયા હતા. જોકે, ઘટનાના પગલે વેપારીઓમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.

  બનાવની વિગત એવી છે કે જસદણ નવા માર્કેટિંગ યાર્ડમાં વિહળાનાથ એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા શૈલેષભાઈ મધુભાઈ ભાયાણી પેઢી માટે શહેરના નવા બસસ્ટેન્ડ નજીક આવેલી આઈ.સી.આઈ.સી. બેંકે પૈસા ઉપાડવા માટે આવ્યા હતા. બાદમાં બેંકમાંથી તેમણે રૂ.1.10 લાખ ઉપાડ્યા હતા અને તેમની પાસે રહેલા થેલામાં રૂ.2 લાખ અગાઉથી જ હતા. પછી કુલ રૂ.3.10 લાખ થેલામાં નાંખીને બેંકેથી તેઓ ઘરે ટીફીન લેવા માટે જતા હતા અને ટીફીન લઈને પોતાની પેઢીએ ખેડૂતોને બીલ ચૂકવવા માટે જવાના હતા.

  દરમિયાન બવેપારીએ પૈસા ભરેલો થેલો બાઈકમાં ટીંગાડી બાઈક ચાલુ કર્યું અને તુરંત જ એક શખ્સે તે થેલામાં રહેલા રૂ.3.10 લાખ રોકડની લૂંટ ચલાવી નાસી છૂટ્યો હતો. આ ઘટનાના પગલે ચકચાર મચી ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દિવાળી પહેલાં જ આ લૂંટારૂઓએ જસદણના વેપારીને ધનતેરસ બગાડી નાંખી છે.

  આ પણ વાંચો :   ગાંધીનગર : સંદિપ ફાર્મહાઉસમાં દારૂ પાર્ટી પર પોલીસ ત્રાટકી, અમદાવાદ કૉંગ્રેસ પ્રમુખના દીકરા સહિત 20 નબીરા ઝડપાયા

  સુરતમાં લૂંટની બે ઘટના

  કોરોના વાયરસના (coronavirus) કારણે લાગેલા લોકડાઉન (lockdown) બાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું હોય એવું લાગી રહ્યું છે. રોજ રોજ ચોરી, લૂંટ અને છેતરપિંડી (fraud) જેવી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાતી રહે છે. ત્યારે પુણામાં ફાયનાન્સ કંપનીના કર્મચારીને છરી બતાવીને હજારો રૂપિયા લૂંટી (loots) લીધા હતા. ત્યારે સારોલીગામ ગોયલ ટાઉનશીપમાં આવેલા શ્રી આનંદ ઈમ્પેક્ષના માલીક પાસેથી રૂપિયા 15.87લાખનો સર્કુલર નિટેડ ફેબ્રીક્સનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરનાર સારોલીની શ્યામસંગીની માર્કેટના વેપારી સામે પોલીસમાં નોંધાયો છે.

  આ પણ વાંચો :  ધોળકા : 4 શખ્સોએ ચૂન્ની પાંડેની હત્યા કરી લાશ સળગાવી દીધી હતી, ક્રાઇમ બ્રાન્ચે રહસ્ય ઉકેલ્યું

  ઉમરવાડા રાજીવનગર ઝુપડપટ્ટી પાસે ગઈકાલે ટાટા કેપિટલ હાઉસીંગ ફાઈનાન્સ લીમીટેડ કંપનીના કલેકશન બોય પાસેથી અજાણ્યાઍ લોનની ઉઘરાણીના રૂપિયા ૭૦,૬૪૦, ઍટીઍમ કાર્ડ સહિતના મહત્વના ડોક્યુમેન્ટ સાથેની બેગ લૂંટી ગયો હતો. યુવકે પીછો કરતા લૂંટારૂઍ છરો બતાવી ધમકાવ્યો હતો.
  Published by:Jay Mishra
  First published:November 11, 2020, 21:07 pm

  ટૉપ ન્યૂઝ