રાજકોટ: ક્રાઈમ નગરી રાજકોટમાં લૂંટ અને ચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક લૂંટની ઘટના સામે આવી છે સાધુ વાસવાણી રોડ પરથી. અહીં એક શિક્ષકના ઘરમાં જઈ 5 શખ્સોએ આતંક મચાવ્યો અને 20 તોલો સોના સહિત રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
આ પાંચેય લૂંટારૂઓએ છરી-ચાકુ અને પિસ્તોલની અણીએ લૂંટ ચલાવી હતી. જેથી પરિવારજનોમાં ભયનો માહોલ છવાય ગયો હતો. લૂંટારૂઓ તિજોરી તોડીને 20 હજાર રોકડા અને 20 તોલાના દાગીનાની લૂંટ ચલાવી હતી. આ લૂંટારૂઓ સફેદ રંગની કાર લઈને આવ્યા હતા. અને લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.
જો કે સમગ્ર મામલે પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ઘટનાના CCTV ફુટેજ મેળવીને CCTVના આધારે તપાસ આદરી છે. આ સાથે જ પોલીસે શહેરમાં નાકાબંધી કરી દીધી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ક્યારે લૂંટારૂઓને ઝડપી પાડે છે તે તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર