રાજકોટઃ યુવતીને છરી મારીને રૂ. 5.30 લાખની લૂંટના કેસમાં થયો નવો જ ખુલાસો

News18 Gujarati
Updated: July 7, 2018, 8:27 AM IST
રાજકોટઃ યુવતીને છરી મારીને રૂ. 5.30 લાખની લૂંટના કેસમાં થયો નવો જ ખુલાસો
યુવતી તેના કાકાએ મોકલાવેલા પૈસા લેવા માટે આંગડિયા પેઢી ખાતે પહોંચી હતી

  • Share this:
રાજકોટમાં શુક્રવારે ભર બજારે યુવતીને ઘાયલ કરીને લૂંટી લેવાના કેસમાં નવો જ ખુલાસો થયો છે. શુક્રવારે એવા સમાચાર વહેતા થયા હતા કે અખાભગતના ચોક પાસે આર.સી. આંગડિયા પેઢીમાંથી કિંજલ મણિયાર નામની યુવતી 5 લાખ 30 હજાર ઉપાડી પોતાની દુકાને જઈ રહી હતી. આ જ સમયે અજાણ્યા શખ્સોએ તેના ગળાના ભાગે અને હાથના ભાગે છરીના ઘા મારી પૈસાની લૂંટ ચલાવી હતી. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ, એસોજી અને ક્રાઈમ બ્રાંચ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી કબજે કરી લૂંટારુઓની શોધખોળ કરવાની કામગીરી શરુ કરી હતી. આ કેસમાં હવે નવો જ ખુલાસો થયો છે. પોલીસે તપાસમાં માલુમ પડ્યું છે કે યુવતીએ લૂંટનું તરકટ રચ્યું હતું.

મિત્રને આર્થિક મદદ કરવા માટે રચ્યું હતું તરકત

હવે નવો ખુલાસો થયો છે કે યુવતીએ પોતાના એક મિત્રને આર્થિક મદદ કરવા માટે ચોરીનું તરકટ રચ્યું હતું. યુવતી પોતાના ભાઈ સાથે આંગડિયા પેઢીમાં કાકાએ મોકલેલા રૂપિયા લેવા માટે ગઈ હતી. આ સમયે બાઇકની ચાવી ખોવાઈ ગઈ હોવાનું બહાનું કરીને તેણે ભાઈને ચાવી બનાવવા માટે મોકલી દીધો હતો. ભાઈ ચાવી બનાવવા ગયો હતો ત્યારે યુવતી પાછળથી લૂંટની ખોટી સ્ટોરી ઉભી કરીને પૈસા તેના એક મિત્રને આપી દીધા હતા.

પોલીસ પૂછપરછમાં યુવતીએ લૂંટની ખોટી વાર્તા ઘડ્યાની કબૂલાત કરી હતી


હાથ પર જાતે જ માર્યા બ્લેડના ઘા

યુવતીનો ભાઈ જ્યારે ચાવી બનાવવા ગયો હતો ત્યારે યુવતીએ પોતાના મિત્રને પૈસા આપીને જાતે જ હાથમં બ્લેડના ઘા માર્યા હતા. સાથે તેણે બે શખ્સોએ માર મારીને પૈસા લૂંટી લીધાની ખોટી વાર્તા ઉભી કરી હતી.પોલીસને શંકા જતા પૂછપરછમાં ખુલાસો

લૂંટનો બનાવ સામે આવ્યા બાદ પોલીસને યુવતીની સ્ટોરી પર શંકા પડી હતી. આથી તેણે યુવતીની આકરી પૂછપરછ કરતા તેણે સત્ય કબૂલ કરી લીધું હતું. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, તેણે તેના મિત્ર હાર્દિક વાળાને મદદ કરવા માટે આ વાર્તા ઘડી હતી. પોલીસે હાર્દિકની પણ ધરપકડ કરી લીધી છે.
Published by: Vinod Zankhaliya
First published: July 7, 2018, 8:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading