રાજકોટ મહાનગરપાલિકાએ ગંદાપાણીને શુદ્ધ કરેલા પાણીને વેચશે, સોમવારે બેઠક 

News18 Gujarati
Updated: November 18, 2018, 3:04 PM IST
રાજકોટ મહાનગરપાલિકાએ ગંદાપાણીને શુદ્ધ કરેલા પાણીને વેચશે, સોમવારે બેઠક 
પ્રતિકાત્મક તસવીર

  • Share this:

રાજકોટ: ગુજરાત સરકાર દ્વારા ટ્રીટેડ વેસ્ટ વોટરને  થર્મલ પાવર પ્લાન્ટ, ઔદ્યોગિક એકમો,  બાંધકામ, વાણિજ્ય સંકુલો અને સંસ્થાઓ, મ્યુનિસિપલ બાગ-બગીચા અને  કૃષિ-સિંચાઇ વગેરે ક્ષેત્રોમાં રી-યુઝ કરવા અંગે 28 મે ના રોજ “પોલીસી ફોર રી-યુઝ ઑફ ટ્રીટેડ વેસ્ટ વૉટર” જાહેર કરવામાં આવેલી હતી છે.


ટ્રીટેડ(ગંદા પાણીને શુદ્ધ કરવું) વેસ્ટ વોટરનાં ફરી ઉપયોગ અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ જનરલ બોર્ડ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો.


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એકત્ર કરાતા ડોમેસ્ટીક સુએજને જુદા જુદા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરવામાં આવે છે. આવા ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ યુઝ, ગાર્ડનીંગ, નર્સરી, કન્સ્ટ્રકશન વર્ક, ટોઇલેટ ફલશીંગ, વેહિકલ વોશીંગ વિગેરે હેતુ માટે કરી શકાય છે.સૌરાષ્ટ્ર વિસ્તાર એ પાણીની અછત વાળો વિસ્તાર હોવાથી આવા હેતુ માટે  ટ્રીટેડ વેસ્ટ વોટરનો ઉપયોગ કરવામાં આવે, તો પીવાલાયક શુદ્ધ અને કિમતી પાણીની બચત થઇ શકે. ગુજરાત સરકાર દ્વારા પણ ટ્રીટેડ વેસ્ટ વોટરના રી-યુઝ અંગે નીતિ નક્કી કરવામાં આવેલી છે.  પીવાલાયક શુદ્ધ અને કિમતી પાણીની બચત થઇ શકે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા વ્યાજબી દરે ટ્રીટેડ વેસ્ટ વોટર આપવા ઈચ્છુક છે. તથા આ માટે જુદા જુદા એકમો પાસેથી ટ્રીટેડ વેસ્ટ વોટરના ઉપયોગની શક્યતા તથા જરૂરી જથ્થા અંગેની વિગતો મેળવવા માંગે છે. ટ્રીટેડ વેસ્ટ વોટરના ઉપયોગ બાબતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોમવારે એક મીટીંગનું આયોજન કરાવવામાં આવી છે.


રાજકોટ શહેર તથા તેની આજુબાજુમાં આવેલ જે ઔદ્યોગિક એકમો, વાણિજ્ય સંકુલો, યુનિવર્સીટીઝ કેમ્પસ, સિંચાઈ સહકારી મંડળીઓ તથા અન્ય સંસ્થાઓ ટ્રીટેડ વેસ્ટ વોટરના ઉપયોગ કરવા ઈચ્છુક હોય, તેઓને  આ મિટિંગમાં ટ્રીટેડ વેસ્ટ વોટરના રી-યુઝના જરૂરી જથ્થા અંગેની વિગતો સાથે હાજરી આપવા નિમંત્રણ આપવામાં આવ્યું છે.


First published: November 18, 2018, 1:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading