રાજકોટમાં રૂ ૨૫ કરોડના ખર્ચે પાણીની પાઈપ લાઈન અને ડ્રેઈનેજ નેટવર્ક નંખાશે

News18 Gujarati
Updated: July 12, 2018, 5:03 PM IST
રાજકોટમાં રૂ ૨૫ કરોડના ખર્ચે પાણીની પાઈપ લાઈન અને ડ્રેઈનેજ નેટવર્ક નંખાશે

  • Share this:
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૧૧ માં ટી.પી. સ્કીમ નં. ૨૬, ૨૭ અને ૨૮ (મવડી) એરિયામાં ૧૦૦ એમ.એમ. થી ૭૦૦ એમ.એમ. ડાયા મીટર વોટર-વર્કસ ડી.આઈ.પાઈપ લાઈન દ્વારા પાણી વિતરણ વ્યવસ્થાનું નેટવર્ક હાઉસ કનેક્શન સાથે તૈયાર કરવાનું કામ ચાલુ કરવામાં આવનાર છે. આ કામ “અમૃત યોજના” અંતર્ગત આવરી લેવામાં આવશે. આ કામ સપ્ટેમ્બર-૨૦૧૮ માં ચાલુ કરવામાં આવશે અને અંદાજીત ૧૮ માસમાં કામ પૂર્ણ થશે. આ પાઈપ લાઈન નેટવર્ક ૧૦૦ એમ.એમ. થી ૭૦૦ એમ.એમ. ડાયા ડી.આઈ.(ડક્ટાઈલ આયર્ન) પાઈપ લાઈન કુલ ૫૯,૭૦૬ રનીંગ મીટર નાકવામાં આવશે તેમજ એમ.ડી.પી.ઇ. હાઉસ કનેક્શન અંદાજીત ૫૦૦૦ કનેક્શન કરવામાં આવશેય

રાજકોટ મહાનગર પાલિકાના સુત્રોએ જણાવ્યુ કે, વોર્ડ નં. ૧૧ માં ટી.પી. સ્કીમ નં. ૨૬ અને ૨૭ (મવડી) એરિયામાં મેઈન ૧૮.૦૦ મી. તથા ૨૪.૦૦ મી. ટી.પી. રોડ પર સ્ટોર્મ વોટર ડ્રેઈન નેટવર્ક ડિઝાઈન અને કન્સ્ટ્રકશન તૈયાર કરવાનું કામ પણ ચાલુ કરવામાં આવનાર છે, આ કામને પણ “અમૃત યોજના” અંતર્ગત આવરી લેવામાં આવશે. આ કામ સપ્ટેમ્બર-૨૦૧૮ માસમાં ચાલુ કરવામાં આવશે અને અંદાજીત ૧૨ માસમાં કામ પૂર્ણ થશે. સ્ટોર્મ વોટર ડ્રેઈન નેટવર્કની લંબાઈ ૭.૯૦ કી.મી. (૧૮.૦૦ મી. ટી.પી. રોડ પર ૩.૯૩ કી.મી. તથા ૨૪.૦૦ મી. ટી.પી. રોડ પર ૩.૯૭ કી.મી.) ની આર.સી.સી. બોક્સ ગટર વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવશે. આ ગટર બોક્સની સાઈઝ ૧.૨૫ મી. ૦.૭૫ મી. થી ૨.૦૦ મી. ૧.૫૦ મી.ની રહેશે અને બોક્સ ગટર આર.સી.સી. સ્લેબથી કવર્ડ કરવામાં આવશે તથા સફાઈ માટે મેનહોલની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ પાણી વિતરણ વ્યવસ્થા નેટવર્ક દ્વારા ટી.પી. સ્કીમ નં. ૨૬, ૨૭ અને ૨૮ (મવડી) એરિયાના હાલ કુલ અંદાજીત ૨૦,૦૦૦ નાગરિકોને આવરી લેવામાં આવેલા છે.

આ પાઈપ લાઈન નેટવર્ક અને સ્ટોર્મ વોટર ડ્રેઈન નેટવર્ક તૈયાર થયે કેવલમ ટેનામેન્ટ, કોપર એલીગંસ, ઇસ્કોન હાઈટ્સ, સંકેત હાઈટ્સ, સાનિધ્ય એવન્યુ, અમિ રેસીડેન્સી, શાલીભદ્ર એપાર્ટમેન્ટ, ચોકલેટ રેસી., ચોકલેટ એવન્યુ, ડ્રીમ સીટી એપાર્ટમેન્ટ, આશોપાલવ સંકુલ, આશોપાલવ કોર્નર, ગોલ હાઈટ્સ, શ્યામલ સ્કાય લાઈફ, ધ કોર્ટ યાર્ડ, આદર્શ ડ્રીમ સીટી ફ્લેટ, ડ્રીમ એવન્યુ એપાર્ટમેન્ટ, જીવરાજ પાર્ક ટેનામેન્ટ, જીવરાજનગરી ફ્લેટ્સ, કોપરસેન્ડ એપાર્ટમેન્ટ, વસંતવાટિકા એપાર્ટમેન્ટ, શ્રીવલ્લભ એપાર્ટમેન્ટ (૧), (૨) તથા (૩), ન્યુ લક્ષ્મી સોસાયટી, અરિહંત ફ્લેટ્સ, શાંતિવન બંગ્લોસ, શાંતિવન પરમ ફ્લેટ્સ, કસ્તુરી રેસી., કસ્તુરી એવીયરી ફ્લેટ્સ, કસ્તુર કેસલ ફ્લેટ્સ, સહજાનંદ પાર્ક, આર્યલેન્ડ રેસી., શાંતિવન પરિશર, શ્રીજી પેલેસ એપાર્ટમેન્ટ (૧) તથા (૨), આર્યશ્રી રેસી., આર્યશ્રી ફ્લેટ્સ, શ્યામલ કુંજ એપાર્ટમેન્ટ, આર.એમ.સી. આવાસ યોજના, ભારતનગર આવાસ યોજના કુલ-૨, આંબેડકરનગર, કોસ્મોપ્લેકસ એપાર્ટમેન્ટ, ફ્રેન્ડ્સ હાઈટ્સ, ધ લીક એપાર્ટમેન્ટ તથા અંબિકા ટાઉનશીપ અંદરના તમામ વિસ્તારોને લાભ પ્રાપ્ત થશે.
First published: July 12, 2018, 5:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading