Home /News /kutchh-saurastra /આવતી કાલે ડેન્ગ્યુ દિવસ: આટલી તેકદારી નહીં રાખો તો..

આવતી કાલે ડેન્ગ્યુ દિવસ: આટલી તેકદારી નહીં રાખો તો..

પ્રતિકાત્મક તસવીર

16 મી મેના રોજ ‘’રાષ્ટ્રીય ડેન્‍ગ્યુ દિવસ’’ની ઉજવણી કરવામાં આવે છે

    રાજકોટ: ડેન્‍ગ્‍યુ રોગ વિશે જાગૃતતા લાવવા તથા ટ્રાન્સમિશન સીઝન શરૂ થાય તે પહેલાં દેશમાં રોગના નિયંત્રણ માટે નિવારક પગલાંને વેગ આપવા ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ભલામણ સાથે 16 મી મેના રોજ ‘’રાષ્ટ્રીય ડેન્‍ગ્યુ દિવસ’’ની ઉજવણી કરવામાં આવે છે

    ડેન્ગ્યુ એ વાયરસથી થતો રોગ છે.ડેન્ગ્યુ તાવનો ફેલાવો-ડેન્ગ્યુ ઉત્પન્નકરતા વિષાણુ ચેપી મચ્છરના કરડવાથી થાય છે.આ માદા એડીસ મચ્છર કાળા કલરનોસફેદ ટપકાવાળો હોય છે.આ મચ્છર ડેન્ગ્યુના દર્દી ને કરડી ચેપી બની એકઅઠવાડીયા પછી આ ચેપી મચ્છર સ્વસ્થ માણસને કરડી ચેપ ફેલાવે છે.

    ડેન્ગ્‍યુ તાવના લક્ષણો :

    સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાનીપાછળ દુખાવોથાય, હાથ અને ચહેરા પર ચકામા પડે,નાક,મોં તેમજ પેઢામાંથી લોહીપડે,ઉલટી-ઉબકા થાય. ઉકત લક્ષણો જણાયે તુરંત ડોકટરનો સં૫ર્ક કરવો, સમયસર સારવાર લેવાથી અને તકેદારી રાખવાથી ડેન્ગ્યુ રોગ થી બચી શકાય છે.

    ડેન્ગ્યુ ફેલાવવા એડીસ મચ્‍છર આ૫ણા ઘરમાં તથા ઘરની આસપાસ રહેલ માનવસર્જિત પાત્રોમાં જ ઉત્‍૫ન્‍ન થાય છે. આ મચ્‍છર ચોખ્‍ખા અને બંઘિયાર પાણીમાં ઉત્‍પન્‍ન થાય છે. માનવસર્જીત પાત્રો જેવા કે સિમેન્‍ટની ટાંકા, બેરલ, કેરબા, માટલા, ટાયર, ફ્રિજની પાછળની ટ્રે, ફુલદાની, કુલર, ફુલછોડના કુંડા, ભંગાર, અગાશી, છજજામાં જમા રહેતા પાણીમાં જ આમચ્‍છર ઇંડામ મુકે છે. જેમાંથી ૭-૧ર દિવસમાં પુખ્‍ત મચ્‍છર બને છે.

    આથી ડેન્‍ગ્‍યુ ફેલાવતા મચ્‍છરની ઉત્‍૫તિ અટકાવવા આટલુ અવશ્‍ય કરીએ...

    બિન જરૂરી ડબ્ બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ યસ્થળે નિકાલ કરીએ

    પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.

    ફ્રિજનીટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજવગેરેનુંપાણીનિયમિતખાલીકરી, ધસીનેસાફકરીએ.

    પાણીની સિમેન્ટનીટાંકી, સિન્ટેક્ષાનીટાંકી, બેરલ,

    કેરબા તથા અન્ય પાણી ભરેલા તમામ પાત્રો હવા ચુસ્ત ઢાંકીને રાખીએ.

    અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.

    છોડનાં કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.

    ડેન્‍ગ્‍યુનો મચ્‍છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્‍યાન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા.

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૬ મે ‘’રાષ્‍ટ્રીય ડેન્‍ગ્‍યુ દિવસ ‘’ નિમીતે વિવિઘ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવા આયોજન કરવામાં આવેલી છે. જેમાં રાજકોટના શહેરીજનોને ડેન્‍ગ્‍યુ રોગ, રોગ અટકાયતી અંગેના ઉપાયો તથા ડેન્‍ગ્‍યુ ફેલાવતા મચ્‍છર ઉત્‍૫તિ અટકાયતી ૫ગલાં વિશે વિગતવાર માહિતી મળી રહે તે માટે વોર્ડવાઇઝ શેરી પ્રદર્શન અને પત્રિકા વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Advisory, Dengue, Fever, RMC, પાણી`, રાજકોટ

    विज्ञापन
    विज्ञापन