Home /News /kutchh-saurastra /

Rajkot Tax Collection: રાજકોટમાં વેરા વસુલાત માટે મનપાની કડક કાર્યવાહી, કોંગી નેતાએ નોંધાવ્યો વિરોધ

Rajkot Tax Collection: રાજકોટમાં વેરા વસુલાત માટે મનપાની કડક કાર્યવાહી, કોંગી નેતાએ નોંધાવ્યો વિરોધ

રાજકોટ

રાજકોટ મનપાની કડક કાર્યવાહી

Rajkot News: રાજકોટ મનપા વેરા (RMC) વસૂલાત શાખા દ્વારા રોજ પ્રોપર્ટી ધારકોને (Property holders) રોજ મિલકત જપ્તીની નોટિસ (Notice) ફટકારવામાં આવે છે.

    મુસ્તુફા લાકડાવાલા,રાજકોટ : માર્ચ મહિનાના એન્ટિંગમાં વેરા વસૂલાત (Tax collection) માટે મનપાની ટીમ તબાડતોડ મેદાને પડી છે. જેમાં વેરા વસૂલાત શાખા દ્વારા રોજ પ્રોપર્ટી ધારકોને રોજ મિલકત જપ્તીની નોટિસ (Notice) ફટકારવામાં આવે છે. વેરા વસુલાત કરવા અલગ અલગ વિસ્તારોમાં મિલકતધારકોને વેરા ભરવા નોટિસ આપવામાં આવે છે.

    જે વેરા ભરવામાં અસમર્થ સાબિત થાય છે ત્યારે એ મિલકતધારકો ની પ્રોપર્ટી સીલ કરવાની કામગીરી કરવામાં આવે છે. રાજકોટ કોર્પોરેશન દ્વારા ટેક્સ વસુલાત માટે રિકવરી સેલ કાર્યરત થયું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલએ જણવ્યું કે માર્ચ એન્ડિંગના કારણે ટેક્સ રિકવરી માટે રિકવરી સેલ કડક કાર્યવાહી કરી છે. વર્ષ દરમિયાન ₹ 247 કરોડ થી પણ વધુ ટેક્સની આવક થઇ ચુકી છે આ સાથે 777 જેટલી મિલ્કતો ને સીલ મારવામાં આવ્યા છે.

    આ પણ વાંચોઃ-સુરતઃ હોટેલિયર સંજય કુંભાણીની હવસનો શિકાર બનેલી નેપાળી યુવતીની આત્મહત્યા, સ્યૂસાઇડ નોટમાં છલકાયું દર્દ

    ત્યારે ટેક્સ રિકવરી સેલ ની કડક કાર્યવાહી અંગે કોંગ્રેસ નેતા ડૉ. હેમાંગ વસાવડાએ વિરોધ કરતા જણાવ્યું કે કોરોના કાલમાં ધંધા રોજગાર બંધ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા તરફ થી ટેક્સ રિકવરી કડક રીતે ન કરી શકે. પ્રજા હિત માટે ટેક્સની કડક ઉઘરાણી ન થવી જોઈએ આ સાથે ટેક્સ ઉપર જે વ્યાજ પણ નાખવામાં આવે છે.

    આ પણ વાંચોઃ-સુરતઃ માથાભારે સંજુ કોઠારી, કાદર કોથમીર સહિત ચારના કારણે વેપારી કમ જમીન દલાલની આત્મહત્યાની કોશિશ, video viral

    તેને ન નાખવો જોઈએ, કારણ કે રાજકોટ વાસીઓ પ્રામાણિક છે કોઈ દેણું બાકી રાખવા ઇચ્છતું ન હોય પણ કોરોના ના કપરા કાળમાં ટેક્સ ની ચુકવણી ન થઇ હોય એ સ્વાભાવિક છે જેને તંત્રએ સહજ સ્વીકારી પ્રજા હિત માટે ટેક્સમાં કડક કાર્યવાહી ન કરવી જોઈએ.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarati news, Rajkot News, RMC, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन