રાજકોટવાસીઓ આનંદો! મનપાના બજેટમાં રંગીલા રાજકોટને ઘણું નવું મળશે


Updated: February 10, 2020, 5:04 PM IST
રાજકોટવાસીઓ આનંદો! મનપાના બજેટમાં રંગીલા રાજકોટને ઘણું નવું મળશે
2132.15 કરોડનું બજેટ મંજૂર.

મ્યુ. કમિશનર દ્વારા કુલ 2119.98 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસ કરી શાસકો અને સ્ટેન્ડિંગ કમિટીએ 2132.15 કરોડનું બજેટ મંજૂર કર્યું છે.

  • Share this:
રાજકોટ : રાજકોટ મહાનગર પાલિકાનું નાણાકીય વર્ષ 2019-20નું  રિવાઈઝ અને 20-21નું બજેટ આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા કુલ 2119.98 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું
હતું. જેમાં અભ્યાસ કરી શાસકો અને સ્ટેન્ડિંગ કમિટીએ 2132.15 કરોડનું બજેટ મંજૂર કર્યું છે.

ચાલુ વર્ષે મનપાની ચૂંટણી ધ્યાનમાં રાખી સ્ટેન્ડિંગમાં રજુ થયેલા બજેટમાં રાજકોટની જનતા પર કોઈ પણ પ્રકારનો કરબોજ નાખવામાં આવ્યો નથી. રાજકોટ મનપાના બજેટમાં નાના બાળકોથી લઇને વૃદ્ધો અને મહિલાઓ સુધી

સૌ કોઈને ધ્યાનમાં રાખી બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સાથે જ આ વર્ષે કોંગ્રેસના કોર્પોરેટરની રજુઆત ધ્યાને રાખી કોર્પોરેટરને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવા માંગ કરી હતી, જેમાં અત્યાર સુધી કોર્પોરેટરને 10 લાખ
ગ્રાન્ટ મળતી હતી, જે વધારીને 15 લાખ કરવામાં આવી છે.

સાથે જ આ વર્ષના બજેટમાં 24 જેટલી નવી યોજનાનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેમાં ફનસ્ટ્રી , ફૂડસ્ટ્રીટ અને મહિલાઓ માટે 3 નવા બગીચા સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, રાજકોટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રજૂકરવામાં આવેલા બજેટનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ વિરોધ કરતા જણાવ્યું હતું કે, બજેટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ ગત વર્ષના બજેટના 90% કામો પૂર્ણ કરવામાં આવ્યા નથી. વધુમાં
જણાવ્યું હતું કે મનપા મસમોટા તાયફા પ્રજાના પૈસે કરી રહ્યું છે, જે પ્રજા પરનો એક તરફનો બોજ જ કહી શકાય છે.
First published: February 10, 2020, 5:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading