CMના હોમટાઉનટમાં જ તેમના આદેશનો ઉલાળીયો, ટેસ્ટિંગ વધારવાનો આદેશ અપાયો છતાં સંખ્યા ઘટાડી


Updated: July 31, 2020, 4:16 PM IST
CMના હોમટાઉનટમાં જ તેમના આદેશનો ઉલાળીયો, ટેસ્ટિંગ વધારવાનો આદેશ અપાયો છતાં સંખ્યા ઘટાડી
મુખ્યમંત્રી વિજય રૂરાણીની ફાઇલ તસવીર

જે દિવસે મુખ્યપ્રધાને સૂચના આપી તે દિવસે આરોગ્ય વિભાગે સપ્તાહના એવરેજ ટેસ્ટીંગ કરતા અડધા ટેસ્ટીંગ કર્યા હતા

  • Share this:
રાજકોટ : એક તરફ રાજકોટમાં કોરોના પોઝિટિવ આંક વધી રહ્યો છે. વધતા કેસોને પગલે મુખ્યપ્રધાને આરોગ્યની ટીમ સાથે રાજકોટમાં રિવ્યુ બેઠક લીધી અને આ બેઠકમાં ટેસ્ટીંગ વધારવા માટે આદેશ આપવામાં આવ્યો. જો કે મુખ્યપ્રધાનના આદેશ રાજકોટના વહીવટી વિભાગ ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. છેલ્લા એક સપ્તાહથી જે ટેસ્ટીંગ કરવામાં આવ્યા તેના બમણાં કરવાને બદલે તેને ઘટાડવામાં આવ્યા છે.

કરવામાં આવ્યા છે. એટલે કે જે દિવસે મુખ્યપ્રધાને સૂચના આપી તે દિવસે આરોગ્ય વિભાગે સપ્તાહના એવરેજ ટેસ્ટીંગ કરતા અડધા ટેસ્ટીંગ કર્યા હતા. વિરોધ પક્ષે તંત્ર દ્રારા મુખ્યપ્રધાનના હોમ ટાઉનમાં કેસ ઓછા દેખાડવા માટે આંકડાની માયાજાળ તૈયાર કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો :  રાજકોટ : વાયરસ બની રહ્યો છે કાળ, એક જ રાતમાં Coronaના 10 દર્દીનાં ટપોટપ મોત નીપજ્યા

આ તરફ મેયરે સબ સલામત હોવાનો દાવો કર્યો અને શહેરમાં પુરતા પ્રમાણમાં ટેસ્ટીંગ થતા હોવાનું જણાવ્યુ હતુ સાથે સાથે સીએમની સૂચનાનું પાલન થશે અને  આ માટે જરૂરી સૂચના આપવામાં આવશે તેવુ પણ જણાવ્યુ હતું.

આ પણ વાંચો :  સુરત : બપોર સુધીમાં જ Coronaના 132 નવા કેસ, પોઝિટિવ કેસની સંખ્યા 13,500ને પાર

મહત્વનું છે કે આ અગાઉ મોતના આંકડાઓમાં પણ વિસંગતતા જોવા મળી હતી. હવે ટેસ્ટીંગ સાઇઝ સામે પણ સવાલ ઉઠી રહ્યો છે. અત્યાર સુધી શહેરમાં એવરેજ 50 થી 55 પોઝિટિવ કેસ સામે આવે છે જેનાથી કેસ વધતા નથી ત્યારે ટેસ્ટીંગ અને પોઝિટિવ દર્દીઓની સંખ્યાને લઇને જરૂરથી સવાલો ઉઠી રહ્યા છે. હવે એ પણ જોવાનું રહેશે કે ટેસ્ટિંગ વધારવાથી રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા કેટલી આવે છે.

તારીખ પ્રમાણે કરવામાં આવેલા ટેસ્ટિંગ

24 -322 ટેસ્ટીંગ
25-309 ટેસ્ટીંગ
26-393 ટેસ્ટીંગ
27-310 ટેસ્ટીંગ
28-415 ટેસ્ટીંગ
29-194  ટેસ્ટીંગ
30-336 ટેસ્ટીંગ
Published by: Jay Mishra
First published: July 31, 2020, 4:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading