રાજકોટ: આવાસ યોજનાનાં હપ્તા સાત દિવસમાં ભરો નહીંતર....

News18 Gujarati
Updated: December 31, 2018, 12:47 PM IST
રાજકોટ: આવાસ યોજનાનાં હપ્તા સાત દિવસમાં ભરો નહીંતર....
પ્રતિકાત્મક તસવીર

જો દિન-૭ માં આવી બાકી રકમ ભરપાઈ કરવામાં કસુર થશે તો તેવા આસામીઓને એલોટમેન્ટ રદ્દ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.

  • Share this:
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજનામાં અમુક આસામીઓ દ્વારા નિયમિત હપ્તા ભરપાઈ કરવામાં આવેલા નથી. તેમજ એલોટમેન્ટ લેટર પેન્ડીંગ છે. આવા લોકો સામે મહાનગરપાલિકાએ ધોકો પછાડ્યો છે અને તે તમામને નોટિસો ઇશ્યુ કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકાનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ આસામીઓને નોટીસ આપી દિન-૭ માં જરૂરી રકમ ભરપાઈ કરવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ આસામીઓને અવાર-નવાર લેખિત અને ફોન દ્વારા ભરપાઈ કરવાની જાણ કરવા છતાં આવાસના બાકી હપ્તાની રકમ ભરપાઈ કરેલી નથી તેમજ એલોટમેન્ટ લેટર લઇ ગયેલા નથી. આવા લોકોને આવાસના બાકી હપ્તાની રકમ ભરપાઈ કરવા તેમજ એલોટમેન્ટ પેન્ડીંગ હોય તેઓને દિન-૭ માં રકમ ભરપાઈ કરી તેની નકલ આવાસ યોજના વિભાગ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ. ખાતે જમા કરાવી જવા મ્યુનિસિપલ કમિશનરએ તાકીદ કરી છે.

      Video: રાજકોટની આજી નદીના પટમાંથી બાળકનું માથું મળ્યું

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વધુમાં કહ્યું કે, જો દિન-૭ માં આવી બાકી રકમ ભરપાઈ કરવામાં કસુર થશે તો તેવા આસામીઓને એલોટમેન્ટ રદ્દ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. હપ્તા બાકી હોય તેવા આસામીઓએ આ બાબતની નોંધ લેવી તેમજ ત્યારબાદ તેઓની કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ.
First published: December 31, 2018, 12:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading