Home /News /kutchh-saurastra /

ફાયર સેફ્ટી મામલે ક્લાસીસ સંચાલકોને 7 દિવસનો સમય અપાયો

ફાયર સેફ્ટી મામલે ક્લાસીસ સંચાલકોને 7 દિવસનો સમય અપાયો

ફાઇલ ફોટો

સાત દિવસ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તમામ સંકુલોની ચકાસણી કરશે.

  રાજકોટ: તાજેતરમાં સુરત શહેરમાં કોચીંગ ક્લાસમાં આગ લાગવાના બનાવ અનુસંધાને રાજકોટ શહેરમાં પણ કોચીંગ ક્લાસોશાળા વિગેરેમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી જળવાય તે માટે આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વિસ્તૃત માર્ગદર્શન આપી ઉપસ્થિત સૌ કોઈની મૂંઝવણ દુર કરી હતી.

   રૈયા રોડ પર સ્થિત પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ સેમિનારમાં મોટી સંખ્યામાં હાજર રહેલા કોચિંગ ક્લાસ અને હોસ્પિટલોના સંચાલકોને માર્ગદર્શન આપતા મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ એમ કહ્યું હતું કે, આપણા વ્યવસાયમાં સૌની સેફ્ટી એ સર્વપ્રથમ અગ્રતા હોવી જોઈએ. આપણા કોઇપણ સંકુલમાં ફાયર સેફ્ટી માટેના સાધનો અને સંકુલમાં કટોકટી વખતે ત્યાંથી ઝડપભેર સલામતરીતે બહાર આવી શકાય એ પ્રકારે એક્ઝીટની વ્યવસ્થા ખાસ હોવી જરૂરી છે. ખાસ કરીને કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતા છાત્રો આપણું ભવિષ્ય છે અને તેને સુરક્ષીત રાખવું એ આપણી પ્રથમ ફરજ છે. સંચાલકોએ પ્રોફેશનલ ઢબે તેમના સંકુલને સેઈફ એન્ડ સિક્યોર બનાવવું અત્યંત આવશ્યક છે. 

   મ્યુનિસિપલ કમિશનરે વધુમાં કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા તમામ સંચાલકોની સાથે જ છે. સિસ્ટમ કોઈને પરેશાન કરવા ઇચ્છતી નથી. તમામ સંચાલકોને ફાયર એન.ઓ.સી. મેળવી લેવાની સૂચના આપતા કમિશનરે એમ પણ કહ્યું હતું કે, એન.ઓ.સી. મેળવવા માટે સંચાલકોએ શું શું કરવું ઘટે તેનું એક ચેકલીસ્ટ સૌને આપ્યું છે અને તેમાં દર્શાવેલ બાબતોની પૂર્તિ કરી આપવાથી તુર્ત જ તંત્ર દ્વારા સંચાલકોને એન.ઓ.સી. ઇસ્યુ કરી આપવામાં આવશે. વહીવટી તંત્ર કોઈને હેરાન કરવા માંગતું નથી પણ વિદ્યાર્થી ભાઈ-બહેનોની સલામતી અને સુરક્ષાની બાબતમાં પણ કોઈ પ્રકારની બાંધછોડ કરી શકાય નહી. આ બાબતને તમામ સંચાલકોએ ગંભીરતાપૂર્વક ધ્યાને રાખીને પોતપોતાના સંકુલમાં આવશ્યક જે જોઈ વ્યવસ્થા કરવાની થતી હોય તે કરવી જ જોઈએ.  આ માટે સંચાલકોને ૭ દિવસનો સમય આપવામાં આવે છે. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવા તમામ સંકુલોની ચકાસણી કરવામાં આવશે અને જે સંકુલમાં આવશ્યકતા અનુસાર વ્યવસ્થા કરાયેલી નહી હોય તેને આખરે નાછૂટકે બંધ કરાવવામાં આવશે.

   મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ તકે વધુમાં જણાવ્યું હતું કેકોચિંગ ક્લાસમાં જગ્યામાં આવશ્યકતા અનુસાર યોગ્ય પ્રકારે વેન્ટીલેશન હોવું જોઈએ. તેમજ સંકુલમાંથી બહાર નીકળવા માટે યોગ્ય એક્ઝીટની વ્યવસ્થા એવા પ્રકારે હોવી જોઈએ કે બહાર નીકળવાના રસ્તા પર કોઇપણ પ્રકારની આડશ નડતરરૂપ નાં બને. ઝડપથી સળગી ઉઠે તેવા જ્વલનશીલ મટીરીયલ્સજેવા કે, પ્લાસ્ટિક અને પ્લાયવૂડ વગેરેનો પાર્ટીશન બનાવવા માટે સંકુલમાં ઉપયોગ ના કરવો. સંકુલમાં ઇલેક્ટ્રિક વાયરિંગ કન્સિલ કરવાનું રહેશે તેમજ વિજ ભાર અનુસાર સેફ્ટી સ્વીચ પણ લગાવવાની રહેશે.

  આઈ.એસ.આઈ. માર્કાના CO2, વોટર CO2, ABC Type અને ક્લીન એજન્ટ અને એ પ્રકારના જરૂરી ફાયર એક્સટિંગયુસર જરૂરિયાત મુજબ મુકવા આવશ્યક છે. કોમ્પ્યુટર ક્લાસમાંCO2 અને કેમેસ્ટ્રી લેબમાં DCP હોવા જોઈએ. પેન્ટ્રી રસોડામાં ક્લીન એજન્ટ રાખવાના રહેશે. ઉપયોગમાં લેવાતી ઈમારત ઓથોરાઈઝ્ડ હોવી જોઈએ. ળો-રાઈઝ બિલ્ડિંગ હોય તો બહાર નીકળવાનો (સ્ટેર કેસ) રસ્તો ૧.૫ મીટર પહોળો હોવો જરૂરી છે અને હાઈ-રાઈઝ હોય તો સ્ટેર કેસની પહોળાઈ ૨.૦૦ મીટર હોવી જોઈએ.

   દરેક વ્યક્તિને આપત્તિ વ્યવસ્થાપનના ફાયરએમ્બ્યુલન્સ અને પોલીસ ઇમરજન્સી કંટ્રોલ રૂમના સંપર્ક નંબરથી પરિચિત થવું જોઈએ. ફાયર કંટ્રોલ રૂમનો નંબર 101 છે. કલમ -18 ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટીસેક્શન -192223 અને 25 કહે છે કે તમારે શું કાળજી લેવાની છે અને આગની રોકથામ વિશે શું જરૂરી છે.  
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Fire safety, RMC, Surat tragedy, ગુજરાત, રાજકોટ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन