ચમકી તાવમાં બાળકોનાં મૃત્યુ બાદ રાજકોટમાં લીચીનું સઘન ચેકીંગ

News18 Gujarati
Updated: June 25, 2019, 4:13 PM IST
ચમકી તાવમાં બાળકોનાં મૃત્યુ બાદ રાજકોટમાં લીચીનું સઘન ચેકીંગ
લીચી

ફૂડ વિભાગ દ્વારા નીચે મુજબની વિગતે ફ્રુટ માર્કેટમાં લીચીની ગુણવતા અને જાળવણી અંગેનું સઘન ચેકીંગ હાથ ધરેલ હતું જેમાં ચેકીંગ દરમ્યાન  બિન આરોગ્યપ્રદ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવેલો.

  • Share this:
રાજકોટ: હાલમાં બિહારના મુઝફપુર તથા આજુબાજુના વિસ્તારમાં નાના બાળકોને મગજનો તાવ (ચમકી) એકયુટ એનકેફેલાઈટીસ સિન્ડ્રોમ રોગનો શિકાર બનેલા છે. જે થવા માટેનું એક સંભવિત કારણ લીચી હોવાનું શક્યતા દર્શાવેલું છે.

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરની ફ્રુટ માર્કેટમાં લીચીની ગુણવતા અને જાળવણી અંગેનું સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.

ફૂડ વિભાગ દ્વારા નીચે મુજબની વિગતે ફ્રુટ માર્કેટમાં લીચીની ગુણવતા અને જાળવણી અંગેનું સઘન ચેકીંગ હાથ ધરેલ હતું જેમાં ચેકીંગ દરમ્યાન  બિન આરોગ્યપ્રદ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવેલો.

લીચી એ સામાન્ય રીતે મે થી જુલાઈ માસ દરમ્યાન ઉતર ભારતીય રાજ્યોમાં ઉત્પાદન થાય છે. લીચીની જાળવણી ઠંડા તાપમાને કરવી પડે છે અન્યથા તુરંત જ બગડી જય છે. જાહેર જનતાએ લીચીની ખરીદી તથા ઉપયોગ કરતી વખતે નીચે દર્શાવેલી બાબતોનું ધ્યાન રાખવું તથા સાવચેતી રાખવી જરૂરી છે.

1) એક ઈંચથી નાની, લીલા કલરની, હાર્ડ (નક્કર) ની લીચી પાકેલી ન હોવાની શક્યતા હોય, આવી લીચીનો ઉપયોગ કરવો હિતાવહ નથી.

2) ભૂખ્યા પેટે લીચીનો ઉપયોગ ટાળવો.3) સારી લીચી લાલ કલરની ચળકાટવાળી, એક ઈંચથી મોટી દબાવવાથી સહેજ લીચીનો રસ આવવો, ખરાબ વાસ વગરની હોય છે.

4) વધારે પોચી તથા લીચીની છાલ તુટી ગઈ હોય તેનો ઉપયોગ ટાળવો.

5) લીચીનો ઉપયોગ કરતા પહેલા તેને નળના વહેતા પાણીથી ધોવી જોઈએ.

6) લીચી ખરીદ્યા બાદ ઠંડા તાપમાને રાખી એક જ દિવસમાં ઉપયોગ કરવો.

7) લીચીની છાલ મોઢાથી કયારેય ન કાઢવી. પ્રથમ હાથેથી હકાલ કાઢ્યા બાદ લીચીનો ખાવામાં ઉપયોગ કરવો.

Acute Encephalitis Syndrome ( મગજનો સોજો)
Introduction

· જુન ૨૦૧૯ માં બિહાર ના મુજ્જફરનગર નગર અને તેની આજુબાજુ ના તાલુકા માં Acute Encephalitis Syndrome નામનો રોગ ફાટી નીક્ર્યો જેમાં સો કરતા વધારે બાળકો ના મૃત્યુ થયા.

· આ રોગચાળામાં જયારે બાળકો લીચી ફળ ભૂખ્યા પેટે લીધા ત્યારે લીચી માં જોવા મળતા એક પ્રકારના ઝેર એ આ રોગચાળા માટે સંભવિત કારણ હોવાની શક્યતા દર્શાવેલ છે..

· AES ના મુખ્ય લક્ષણો ઝડપથી તાવ શરુ થાય એ સાથે ખેંચ અને બેભાન થવું એ છે.

· આ રોગ ૧૫ વર્ષ થી નીચે ના બાળકો ને વધુ અસર કરે છે.

· ગરીબ તેમજ ગામડામાં વસ્તા બાળકો વધુ ભોગ બને છે.

· આ રોગ મુખ્યત્વે ખુબ જ ગરમી તેમજ ભેજવાળા વાતાવરણ (મધ્ય મે થી જુન) માં વધુ ફેલાય છે

ACE નો કેસ એટલે શું

· તીવ્ર અને ત્વરિત તાવ, ૫ કે ૭ દિવસ થી વધુ નહિ

· માનસિક સ્થીતી બદલાયેલ હોય અથવા ના પણ હોય
· ખેંચ ની શરૂઆત

· ચીડ ચીડિયો સ્વભાવ, અજુગતું વર્તન
અગત્યનું

· રોગચાળા વખતે તાવ સાથે બદલાયેલ માનસિક સ્થિતી ૨ કલાક થી વધુ હોય અને ખેંચ અથવા શરીર ના કોઈ પણ ભાગ માં પેરેલીસીસ થાય તો તેને મગજનો સોજો (Encephalitis )કહે છે.

સંભવિત કેસ

· રોગચાળા વખતે AES JES કેસો લેબોરેટરી કર્ન્ફર્મ કેસો એ નજીક ના ભોગોલિક

વિસ્તાર અને અસ્થાયી સંબધ ધરવતા કેસો હોય છે.

· AES એ અન્ય causative agent થી પણ થઇ શકે.

· સંભવિત કેસ માં કે જ્યાં લેબ ટેસ્ટ કરવમાં આવ્યો હોય અને એના થાવના કારણ AES JES થી અલગ હોય એ કેસ ને ઓળખવો.

· સંભવિત કેસ માં કે જ્યાં લેબ ટેસ્ટ ન કરવમાં આવ્યો હોય અને એના થવાના કારણ પણ જાની ન શકાય એ કેસ ને ઓળખવો.

લેબોરેટરી કર્ન્ફર્મ કેસ

· સંભવિત કેસ કે જે નીચેના નિશાની હોય
ü IgM એન્ટીબોડી સીરમ અને /અથવા સી.એસ.એફ માં હાજર હોય
ü IgG એન્ટીબોડી Titre માં ફોર ફોલ્ડ Difference
ü મગજના ટીસ્યુમાં વાયરસ ની અલગતતા
ü Immunoflurorescence દ્વારા Antigen નું detection .
ü PCR દ્વારા Nucleic acid detection.
ü Sentinel સર્વેલન્સ માં AES JES એ IgM capture ELISA અને virus isolation દ્વારા કરવામાં આવે છે.

લક્ષણો

· ત્વરિત તીવ્ર તાવ

· માથું દુખવું અને ઉલટીઓ

· માનસિક મુંઝવણ

· Disorientation (દિશાહીનતા)

· ચિતભ્રમ અને કોમાં

· અચનાક હાયપોગ્લાયસેમીયા થવું.

AES Disease

· લીચી માં આવેલ એક ઝેરી તત્વ કે જે હાયપોગ્લાયસેમીયા કરે છે.

· લાંબા સમય થી થયેલ હાયપોગ્લાયસેમીયા હર્દય અને ફેફસાના સોજા ને નુકશાન કરે છે, મગજ ને કમ કરતુ બંધ કરતે છે તેમજ અંતે કોમાં માં પરિવર્તિત કરે છે.

· જો સમય સર સારવાર ના મળે તો દર્દીનું મ્રત્યુ થાય છે.

· જો દર્દી આ સ્થિતિ માં બચી જાય તો તેને લાંબા સમય સુધી Neurological weakness રહે છે.

 
First published: June 25, 2019, 1:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading