પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ પર તવાઇ; દંડ ફટકાર્યો

News18 Gujarati
Updated: May 24, 2019, 1:58 PM IST
પ્લાસ્ટિક વાપરતા વેપારીઓ પર તવાઇ; દંડ ફટકાર્યો
રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટમાં ઓમનગર સર્કલ પાસે આવેલા તિરૂ૫તી સેલ્‍સ એજન્‍સી પાસેથી ૧૦ કિલો પ્લાસ્ટિક જપ્ત

  • Share this:
રાજકોટ: 'સ્‍વચ્‍છ ભારત મિશન'' અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા ઘ્‍વારા શહેર માં સ્‍વચ્‍છતા જળવાઇ રહે તે હેતુથી કોઇ૫ણ ઝાડાઇનાં પાન માવા પ્‍લાસ્‍ટીક સંગ્રહ, વેચાણ, વ૫રાશ ૫ર સંપુર્ણ પ્રતિબંઘ ફરમાવેલો છે.

પાન માવા પ્‍લાસ્‍ટીક વા૫રવા સામે પ્રતિબંઘ હોવા છતા પાન-માવા પ્‍લાસ્‍ટીક વ૫રાશ કરતા  વેસ્‍ટ ઝોન ખાતે આજ રોજ પાન માવા પ્‍લાસ્‍ટીક જપ્‍તીકરણ ની કામગીરીમાં શાસ્‍ત્રી નગર મે. રોડ સાઘુવાસ્‍વાણી રોડ, કાલાવડ રોડ, ઇન્‍દીરા સર્કલ, ઓમનગર સર્કલ, ૪૦ ફુટ રોડ, મવડી મે. રોડ, ગુરૂગોલવાલકર રોડ વગેરે વિસ્‍તારોમાં પાન માવા પ્‍લાસ્‍ટીક તેમજ પતિબંઘિત પ્‍લાસ્‍ટીક બેગ્‍ઝ જપ્‍ત કરી કરવામાં આવ્યું છે.

રાજકોટ મહારનગરપાલિકા દ્વારા 17.5 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યુ છે અને રૂપિયા 15,500 વસુલ કરેલ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે.

આ સિવાય, ૪૦ ફુટ રોડ ૫ર ઓમનગર સર્કલ પાસે આવેલા તિરૂ૫તી સેલ્‍સ એજન્‍સી પાસેથી ૧૦ કિલો પ્રતિબંઘિત પાન-માવા પ્‍લાસ્‍ટીક તેમજ પ્‍લાસ્‍ટીક કેરી બેગ્‍ઝ જપ્‍ત કરવામાં આવેલો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ ઝુંબેશ સતત ચલવવામાં આવે છે અને લોકોને અનુરોધ કરવામાં આવે છે કે, પ્લાસ્ટિકનો ઉપયોગ ન  કરે.
First published: May 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading