રાજકોટ: મંજુરી વગર 'મિનરલ વોટર' બનાવતું કારખાનું ઝડપાયું

News18 Gujarati
Updated: June 24, 2019, 2:33 PM IST
રાજકોટ: મંજુરી વગર 'મિનરલ વોટર' બનાવતું કારખાનું ઝડપાયું
મહાનગરપાલિકાએ જરૂરી કાયદાકીય કાર્યવાહી હાધ ધરી

પેકેજડ મીનરલ ડ્રીન્કીંગ વોટર બનાવવા માટે સ્થળ પરના બોરના પાણીનું પરીક્ષણ કરાવેલું નથી.

  • Share this:
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા બનાવટી પેકેજ્ડ મીનરલ ડ્રીન્કીંગ વોટર વેચાતું અને ઉત્પાદન થતું હોવાની ફરિયાદ મળેલી હતી જે અન્વયે આજે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન વિગતો બહાર આવી કે, કોઇ પણ પ્રકારની મંજૂરી વિના મિનરલ વોટરની બોટલો તૈયાર કરવામાં આવતી હતી.

આ ફૂડ બિઝનેસ દિવ્યેશ પી. ભટ્ટ નામનો વ્યક્તિ ચલાવે છે તેમ ખુલ્યું છે અને નિયતી બ્રાન્ડથી પાણીની બોટલો વેચે છે.

રાજકોટ મહાનગર પાલિકાનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર, સ્થળ તપાસમાં નીચેની વિગતો જાણવા મળી છે.

પેકેજડ મીનરલ ડ્રીન્કીંગ વોટર બનાવવા માટે સ્થળ પરના બોરના પાણીનું પરીક્ષણ કરાવેલું નથી.

સ્થળ પર મીનરલ વોટર બનાવવા માટેના ઉત્પાદન કેન્દ્રમાં બીઆઈએસ (બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ) તથા FSSAI ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના નિયમોનું પાલન થતું નથી.સ્થળ ઉપર ૨૫૦ એમ.એલ., ૫૦૦ એમ.એલ. તથા ૧ લીટરની પેકેડ પાણીની “નિયતી” બ્રાન્ડથી ઉત્પાદન થાય છે.

પેકેડ પાણીની બોટલ પર કોઈ પણ જાતની મંજુરી વગરના ફૂડ લાયસન્સ તથા BIS ના આઈએસઆઈ નંબર દર્શાવી લોકોના આરોગ્ય સાથે છેતરામણી કરેલી છે.

આ કામગીરી અંદાજીત બે થી ત્રણ માસથી આ સ્થળે ચાલે છે.

દરરોજના અંદાજીત ૭૦ થી ૧૦૦ પાણીની બોટલના કાર્ટુન વેચાણ કરવામાં આવે છે.

મહાનગરપાલિકાએ સ્થળ પર રોજકામ કરી સ્થળ પરનો તમામ પાણી બોટલનો જથ્થો સીઝ કર્યો છે. આ સિવાય, પેકેજ્ડ મીનરલ વોટર માટેની મંજુરી આપતી ઓથોરીટી BIS (બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ) ના સ્થાનિક અધિકારીને જાણ કરવામાં આવી છે જેના દ્વારા BIS ના નિયમો મુજબ ફોજદારી તથા દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

 
First published: June 24, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading