રાજકોટ : લૉકડાઉનનું પાલન થાય છે કે નહીં તે જોવા ખૂદ મ્યુનિસિપલ કમિશનર બાઈક પર નીકળ્યા


Updated: April 16, 2020, 1:48 PM IST
રાજકોટ : લૉકડાઉનનું પાલન થાય છે કે નહીં તે જોવા ખૂદ મ્યુનિસિપલ કમિશનર બાઈક પર નીકળ્યા
બાઇક પર નીકળેલા મ્યુનિસિપલ કમિશનર.

મ્યુનિસિપલ કમિશનરે મૉર્નિંગ વોક પર નીકળેલા લોકોને ઘર બહાર ન નીકળવા સમજાવ્યા, સફાઈ કામનું પણ નિરીક્ષણ કર્યું.

  • Share this:
રાજકોટ : હાલ લૉકડાઉન (Lockdown Phase 2) ચાલી રહ્યું હોવા છતાં બે દિવસમાં રાજકોટ શહેર (Rajkot City Coronavirus Positve Cases)માં કોરોના વાયરસના સાત પોઝિટિવ કેસ સામે આવ્યા છે. કોરોના ફેલાતો અટકાવવા લોકોએ લૉકડાઉનનો પાલન કરવું ફરજિયાત થયું છે. પરંતુ ઘણા લોકો હજી પણ વહેલી સવારે મોર્નિંગ વૉક (Morning Walk)માં નીકળી રહ્યા છે. ઘણા લોકો કામ વગર પણ ઘર બહાર નીકળી રહ્યા છે. આવા સમયે સવારે રાજકોટની પરિસ્થિતિ જાણવા ખૂદ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ (RMC Commissioner Udit Agrawal)બાઇક પર સવાર થઈને નીકળ્યા હતા.

શહેરના રેસકોર્સ રિંગ રોડ સહિતના વિસ્તારમાં કમિશનર બાઇક લઈ નીકળ્યા હતા. આ દરમિયાન સફાઈ કામદારો પણ કઈ રીતે કામ કરી રહ્યા છે તેની પણ નોંધ લીધી હતી. ઉપરાંત જે લોકો સવારમાં ઘર બહાર નીકળ્યા હતા તેમને પણ સમજાવવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે જે રીતે કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે મનપા, પોલીસ અને કલેકટર તંત્ર દિવસ રાત કામ કરી રહ્યું છે. આવા સમયે શહેરના મુખ્ય માર્ગો પર વહેલી સવારે ખૂદ મ્યુનિસિપલ કમિશનર પરિસ્થિતિ જાણવા નીકળ્યા હતા જે કામગીરીનું ખૂબ ઉત્તમ ઉદાહરણ ગણી શકાય.

આ પણ વાંચો :  ગુજરાતના વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ : Covid 19ની આખી જીનમ સીક્વન્સ શોધી કાઢી

નોંધનીય છે કે પોલીસ કમિશનર પણ અગાઉ થોડા દિવસો પહેલા ખાનગી ગાડીમાં શહેરમાં નીકળ્યા હતા અને ચેકપોસ્ટ અને પોલીસની કામગીરીની સમીક્ષા કરી હતી. લૉકડાઉન દરમિયાન અધિકારીઓ રાજકોટમાં કોરોના ફેલાતો કઈ રીતે અટકે તેની ખૂબ ચિંતા કરી રહ્યા છે તેમજ દરેક મુદ્દાની સમક્ષા કરી રહ્યા છે.
First published: April 16, 2020, 1:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading