રાજકોટ : હોમ ક્વોરન્ટીનની સંખ્યામાં ઘટાડો, આવતીકાલથી આ લોકો માટે સિટી બસ સેવા શરુ થશે


Updated: March 24, 2020, 4:46 PM IST
રાજકોટ : હોમ ક્વોરન્ટીનની સંખ્યામાં ઘટાડો, આવતીકાલથી આ લોકો માટે સિટી બસ સેવા શરુ થશે
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટમાં 515 જેટલા લોકોને હોમ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા, તેમની દેખરેખ માટે 100 કર્મીઓને રોકવામાં આવ્યા.

  • Share this:
રાજકોટ : રાજકોટમાં કોરોના વાયરસની સ્થિતિને લઈને મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ (RMC Commissioner Udit Agrawal) દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે હાલ રાજકોટ શહેર(Rajkot City)માં 515 જેટલા લોકોને હોમ ક્વૉરન્ટીન (Home Quarantine) કરવામાં આવ્યા હોવાની માહિતી આપી હતી. આ તમામ લોકો માટે 100 જેટલા સરકારી કર્મીઓની ટીમ બનાવી છે. આ ટીમ કોઈ હોમ ક્વૉરન્ટીનનો નિયમ ન તોડે તે માટે દરેક બે કલાકના અંતરે ચેકિંગ કરતી રહેશે.

સાથે જ હાલની પરિસ્થિતિ સામે લડવા સામાજિક સંસ્થા પણ આગળ આવી છે. જેમના દ્વારા લોકોને મુફ્તમાં ભોજન સામગ્રી આપવામાં આવી રહી છે. બે દિવસ પહેલા ગાંધીગ્રામમાં જે મહિલાએ પોતાના ઘરની બહાર ક્વૉરન્ટીનનું બોર્ડ ફાડી નાખવામાં આવ્યું હતું તેને ફરીથી લગાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ 33 થયા, બે-ત્રણ દિવસમાં ચાર કોવિડ હૉસ્પિટલ તૈયાર થઈ જશે

આ ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ હતી. સાથે જ એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં હોમ ક્વૉરન્ટીન કરાયેલા લોકોને જ એડ કરવામાં આવ્યા છે. જે ગ્રુપમાં તેઓને પડતી મુશ્કેલી અને મૂંઝવણ જણાવી શકાશે.

આવતીકાલ એટલે કે બુધવારથી સવારે 6 થી 9 અને સાંજે 6 થી 9 સિટી બસ બસની સુવિધા શરૂ કરવામાં આવશે. જોકે, આ સેવા માત્ર એવા જ લોકો માટે છે જેમને સરકાર તરફથી છૂટ આપવામાં આવી છે. આ માટે ખાસ પાસ બનાવવામાં આવશે. જેનાથી અન્ય કોઈ વ્યક્તિ સિટી બસ સેવાનો લાભ ન લઈ શકે.

આ પણ વાંચો : ઉઠક-બેઠકની અસર! બીજા દિવસે લૉકડાઉનને રાજકોટવાસીઓનો સંપૂર્ણ સહકાર
First published: March 24, 2020, 3:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading