રાજકોટ:ગરીબો માટેનાં 23 આવાસો ભાડે અપાયાનું ખુલ્યું; નોટિસો અપાઇ

News18 Gujarati
Updated: June 20, 2019, 3:04 PM IST
રાજકોટ:ગરીબો માટેનાં 23 આવાસો ભાડે અપાયાનું ખુલ્યું; નોટિસો અપાઇ
પ્રતિકાત્મક તસવીર

થોડા સમય પૂર્વે જ શ્રી છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં આવા જ એક આવાસની ફાળવણી રદ પણ કરવામાં આવેલી છે. 

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેરમાં ઘરનું ઘર નહી ધરાવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાની માલિકીનું ઘર પ્રાપ્ત કરે તેવા હેતુથી બનાવાયેલી મુખ્યમંત્રી ગૃહ યોજનામાં કેટલાક લાભાર્થીઓએ પોતપોતાના આવાસ અન્ય લોકોને ભાડેથી રહેવા માટે આપી દીધા હોવાની રાજકોટ મહાનગરપાલિકાને મળેલી ફરિયાદના આધારે હાથ ધરાયેલા ચેકિંગમાં ૨૩ આવાસ ભાડે અપાયાનું દેખીતીરીતે ખુલતા આ આવાસોના મૂળ મકાન માલિક અને હાલમાં તેમાં રહેતા ભાડૂઆતને આ આવાસ ત્રણ દિવસમાં ખાલી કરવા સૂચના આપી છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં કહ્યું કે, આ આવાસ યોજનાઓનો હેતુ ઘર વિહોણા લોકોને પોતાની માલિકી આશરો મળે, પોતાની માલિકીના ઘરમાં રહેવાની સુવિધા તેઓને મળે તેવો છે. ઉપરાંત આવાસ યોજનાના ફોર્મમાં તેમજ દસ્તાવેજમાં એ નિયમનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે, દસ્તાવેજ બન્યાની તારીખથી ૭ (સાત) વર્ષ સુધી આવાસ વેંચાણ કે ભાડેથી અન્ય કોઇપણ વ્યક્તિને આપી શકાશે નહી,”

કમિશનરે વિશેષમાં કહ્યું કે, આ નિયમ ભંગ થવાના કિસ્સામાં આવાસની ફાળવણી રદ કરવા સુધીના પગલાં લઇ શકાય છે. રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનાઓમાં આવી પ્રવૃતિઓ ચલાવી નહી લેવાય. આવાસ યોજનાઓનો લાભ ઘર વગરના લોકોને જ મળે તેવો મૂળભૂત આશય પરિપૂર્ણ થવો જ જોઈએ. એમાં રાજકોટ મહાનગરપાલિકા કોઈ જ બાંધછોડ નહી કરે. હાલમાં પોતપોતાના આવાસમાં રહેતા મૂળ માલિકો પણ પોતાના આવાસ અન્ય કોઈને ભાડે નાં આપે કે વેંચાણ પણ ના કરે તેવો ખાસ અનુરોધ છે. આ નિયમનો ભંગ થયાનું જોવા મળશે તો આવાસની ફાળવણી રદ કરવા સુધીના પગલાં મહાનગરપાલિકા લેશે, જેની સૌ લાગતાવળગતાઓ નોંધ લ્યે.”

આ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજના શાખા, દબાણ હટાવ શાખા અને વિજીલન્સ શાખાના સ્ટાફ દ્વારા રેલનગર, પોપટપરા વિસ્તારમાં આવેલી વિવિધ આવાસ યોજનાઓ જેવી કે, શ્રી છત્રપતિ શિવાજી ટાઉનશિપ, શ્રી ખુદીરામ બોઝ ટાઉનશિપ, શ્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ટાઉનશિપ અને શ્રી વીર સાવરકર ટાઉનશિપમાં ઝુંબેશના સ્વરૂપમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમ્યાન ૨૩ આવાસો ભાડે અપાયાનું જણાતા આ આવાસના મૂળ માલિક અને હાલમાં આવાસમાં રહેતા વ્યક્તિને આવાસ ખાલી કરી આપવા સૂચના આપી દેવામાં આવી છે. થોડા સમય પૂર્વે જ શ્રી છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં આવા જ એક આવાસની ફાળવણી રદ પણ કરવામાં આવેલી છે.
First published: June 20, 2019, 3:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading