Home /News /kutchh-saurastra /ગરમીમાં લોકોને રાહત આપવા મહાનગરપાલિકાએ પીવાનાં પાણીની વ્યવસ્થા કરી 

ગરમીમાં લોકોને રાહત આપવા મહાનગરપાલિકાએ પીવાનાં પાણીની વ્યવસ્થા કરી 

ત્રિકોણબાગ ખાતે પાણીની પરબ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલા ૨૧ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે ઓ.આર.એસ. કોર્નર શરૂ કરવામાં આવેલા છે

    રાજકોટ: પ્રવર્તમાન ગરમીની સીઝનને ધ્યાને લઇ હિટ વેવના દિવસો દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં વિવિધ સ્થળોએ નાગરિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા અને ૨૧ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે ઓ.આર.એસ. કોર્નર અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે.

    વિશેષ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ઉનાળાના સખત ગરમ દિવસો ચાલી રહયા છે. આગામી ત્રણ દિવસ સુધી હિટ વેવની શક્યતા રહેલી છે. હાલના દિવસોમાં નાગરિકોએ પાણી પીવાનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ એન.જી.ઓ.નાં સહકાર સાથે શહેરના વિવિધ સ્થળો પર જાહેર જનતા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

    આ  સાથે અર્બન હેલ્થ સેન્ટર, આરોગ્ય શાખા દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને ઓ.આર.એસ., પુરતી માત્રામાં આવશ્યક દવાઓ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. જે સ્થળોએ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમાં બી.આર.ટી.એસ. રૂટ પર રૈયા ચોક, ગોંડલ ચોકડી,માધાપર ચોકડી, તથા આજી ડેમ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ત્રિકોણ બાગ, સિવિલ હોસ્પિટલ ચોક, એસ.ટી. બસ સ્ટેન્ડ, તમામ વોર્ડ ઓફિસો, તમામ સિવિક સેન્ટર વિગેરેનો સમાવેશ થાય છે.”

    આ ઉપરાંત, કમિશનરે એમ પણ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં નાનામોટા કુલ ૧૧૦ ગાર્ડન બનાવવામાં આવેલ છે. હાલમાં ઉનાળાનાં ગરમ દિવસો દરમ્યાન નાગરિકો આ ગાર્ડનમાં શીતળ છાંયામાં વિસામો લઇ શકે છે.

    રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલા ૨૧ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે ઓ.આર.એસ. કોર્નર શરૂ કરવામાં આવેલા છે. આ ઉપરાંત ગરમી અને લૂ નાં દર્દીઓને ઓ.પી.ડી.માં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે રેપીડ રિસ્પોન્સ ટીમ  તૈયાર રહેશે અને આવશ્યક દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવેલો છે. દર્દીને વિશેષ સારવારની જરૂરિયાતનાં સંજોગોમાં "૧૦૮" એમ્બ્યુલન્સ સાથે સંકલન કરવામાં આવેલું છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Civic body, Heatwave, Mercury, પાણી`, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन