રૂપાણીનું રાજકોટ ચોખ્ખું થશે? સુકો-ભીનો કચરો અલગ રાખવો ફરજિયાત, નહીં તો દંડ!

News18 Gujarati
Updated: November 29, 2018, 3:11 PM IST
રૂપાણીનું રાજકોટ ચોખ્ખું થશે? સુકો-ભીનો કચરો અલગ રાખવો ફરજિયાત, નહીં તો દંડ!
પ્રતિકાત્મક તસવીર

શહેરમાં ૧૮ એવા વર્લ્ડ ક્લાસ સ્માર્ટ ટોઇલેટ બનાવવામાં આવશે જ્યાં તમામ પ્રકારની સુવિધા મળી રહેશે. જેમ કે, ત્યાં ફ્રેશનર રાખવામાં આવશે, મહિલાઓ માટે સેનેટરી પેડ રાખવામાં આવશે, હેન્ડ વોશ રાખવામાં આવશે,

  • Share this:
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરનાં નાગરિકો સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાની ટેવ કેળવે અને આ જાગૃતિનાં માધ્યમથી શહેરને સ્વચ્છ રાખવાની કવાયત ફળદાયી નીવડે તે માટે હાલ શહેરમાં જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. જેમાં સોસાયટી, સ્કુલ સંકુલો, કોમર્શીયલ કોમ્પ્લેક્સ, હોટેલ, રેસ્ટોરન્ટ, હોસ્ટેલ તેમજ માર્કેટ એશોશિએશનના સંચાલકો સાથે સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદય કાનગડ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની મીટીંગનું આયોજન કર્યું હતું.

વધુમાં મ્યુનિસિપલ. કમિશનરે જણાવ્યું કે, સ્કૂલ એ એક સ્વચ્છતા મંચ છે, જેના માધ્યમથી લોકોને વધુને વધુ પ્રમાણમાં જાગૃત કરી શકાય છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે રાજકોટ આવેલા તત્યારે તેમણે પણ કહેલું કે સ્વચ્છતા રાખવી એ માત્ર કોર્પોરેશનની કામગીરી નથી પરંતુ કચરાનું વર્ગીકરણ કરવું એ રાજકોટ શહેરની જનતાનું કાર્ય છે. માત્ર કોન્ટ્રાક્ટર કે ટીપર વાનના ડ્રાઈવરથી આ કામગીરી નહિ થાય પરંતુ આપને બધાએ સહકાર આપવો પડશે. સુકો કચરો અને ભીનો કચરો અલગ કરી તેને વર્ગીકરણ પ્રોસેસ સુધી આપડે જ પહોંચાડવો પડશે. ઉપરાંત સ્વચ્છતા એપ બધાએ ડાઉનલોડ કરવી જોઈએ અને આપણી આજુબાજુના જે કોઈ લોકો એન્ડ્રોઇડ ફોન વાપરતા હોય તેઓને આ એપ ડાઉનલોડ કરાવવી જોઈએ. એક વ્યક્તિ દીઠ દસ એપ ડાઉનલોડ કરાવવી એ આપણી ફરજમાં આવે છે.

આ પણ વાંચો:આનંદો! સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે રાજકોટથી દોડશે STની વોલ્વો બસ

હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોને ખાસ વિનંતી કરતા કમિશનરે કહ્યું હતું કે, તેમને ત્યાં કચરાનું પ્રમાણ વધારે રહેતું હોય છે તો તેઓ ભીનો કચરો અને સુકો કચરો અલગ રાખી કચરાના વર્ગીકરણમાં સહકાર આપે. હાલ તમામ વોર્ડમાં મહાનગરપાલિકા દ્વારા ૧૧૦૦ થી વધુ કર્મચારીઓને ફિલ્ડમાં ઉતારવામાં આવ્યા છે અને તેઓ વહેલી સવારે ૬ વાગ્યાથી ઘેર ઘેર જઈને લોકોને આ બાબતે સમજાવી રહ્યા છે. ટીપર વાનમાં ભીનો અને સુકો કચરો અલગ રાખવો, જો આમ કરવામાં નહિ આવે તો ટીપર વાન કચરો નહિ લે. અગાઉ કચરા પેટીમાં તમામ કચરા એકત્ર થતા અને તેમાં પ્લાસ્ટિક, કાચ, કેમિકલયુક્ત કચરો વગેરે સાથે જ રહેતો ત્યારે તે કચરાને પશુઓ ખાવાનું શરૂ કરતા અને પશુઓ મરણ પામતા હતા. કેમકે કચરાની સાથે પ્લાસ્ટિક, કાચ, કેમિકલ અને સુકો-ભીનો કચરો એક સાથે ફેંકવામાં આવતો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કચરાનું વર્ગીકરણ ફરજીયાત બનાવવામાં આવ્યું છે અને જો તેનું પાલન નહિ કરવામાં આવે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

શા માટે સુકો અને ભીનો કચરો અલગ કરવો જોઇએ ?

સુકા અને ભીના કચરાના નિકાલ અને પ્રોસેસિંગ માટેની ટેકનોલોજી અલગ અલગ છે. સુકો અને ભીનો કચરો એકસાથે ભેગો જ હોય તો તેના પ્રોસેસિંગમાં મુશ્કેલી પડે, પરંતુ બંને કચરા જુદા જુદા હોય તો અલગ અલગ ટેકનોલોજીની મદદથી તેનું સરળ પ્રોસેસિંગ થઇ શકે છે. રાજકોટ મહાનગરપાલિકાએ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે જ મટીરિયલ રિકવરી ફેસીલીટી સેન્ટર (એમ.આર.એફ. સેન્ટર) કાર્યરત્ત કરેલા છે. જ્યાંથી કાગળ, પુઠ્ઠા, પ્લાસ્ટિક, કાચ, લોખંડ વગેરે જેવો કચરો વેંચવામાં આવે છે અને પ્રતિ ટન રૂ.૧૫૦૦ જેવી આવક પણ થઇ રહી છે.આવા બે મટીરિયલ રિકવરી ફેસીલીટી સેન્ટર રૈયા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે અને ૮૦ ફૂટ રોડ પાસે કે.એસ.ડીઝલ નજીક ચલાવવામાં આવી રહયા છે. આ એવો કસુકો કચરો છે જેને રીસાઈકલ કરીને પૂન: ઉપયોગમાં લઇ શકાય છે. કાગળ બનાવવા માટે વ્રુક્ષો કાપવાની જરૂર નથી રહેતી અને આ પ્રકારે પર્યાવરણની પણ કાળજી લઇ શકાય છે. એવી જ રીતે પ્લાસ્ટિક, લોખંડ અને કાચનું પણ પૂન: ઉત્પાદન સંભવ બને છે જેથી મૂળભૂત રિસોર્સની બચત થાય છે. જ્યારે ભીના કચરામાંથી ખાતર બનાવી શકાય છે. રાજકોટ મહાનગરપાલિકાએ વેસ્ટ ટુ કમ્પોસ્ટ એટલે કે, ભીના કચરામાંથી ખાતર બનાવવાના પાંચ પાંચ ટન ક્ષમતાના ત્રણ પ્લાન્ટ કાર્યરત્ત કરેલા છે જે રૈયાધાર ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન, ભાવનગર રોડ અને જ્યુબિલી ગાર્ડન ખાતે ચલાવવામાં આવી રહયા છે; જ્યાં ભીના કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે.

આ પણ વાંચો: રાજકોટઃ આ માટે જાહેર શૌચાલયમાં યુવકને પતાવી દેવાયો હતો, ભેદ ઉકેલાયો
મ્યુનિસિપલ કમિશનરે વધુમાં કહ્યું કે, શહેરમાં ૧૮ એવા વર્લ્ડ ક્લાસ સ્માર્ટ ટોઇલેટ બનાવવામાં આવશે જ્યાં તમામ પ્રકારની સુવિધા મળી રહેશે. જેમ કે, ત્યાં ફ્રેશનર રાખવામાં આવશે, મહિલાઓ માટે સેનેટરી પેડ રાખવામાં આવશે, હેન્ડ વોશ રાખવામાં આવશે, આવી તમામ ફેસીલીટી ઉપલબ્ધ કરવામાં આવશે.ખાસ બાળકો માટે ચાઈલ્ડ ટોઇલેટ પણ બનાવવામાં આવશે.
First published: November 29, 2018, 3:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading