રાજકોટ ઝૂ પ્લાસ્ટિક મુક્ત: પ્લાસ્ટિક લઇને અંદર જનાર પાસે વસ્તુદિઠ રૂ.10 ડિપોઝિટ લેવાશે

News18 Gujarati
Updated: July 12, 2018, 3:31 PM IST
રાજકોટ ઝૂ પ્લાસ્ટિક મુક્ત: પ્લાસ્ટિક લઇને અંદર જનાર પાસે વસ્તુદિઠ રૂ.10 ડિપોઝિટ લેવાશે
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રધ્યુમન પાર્ક ઝૂ સંપુર્ણ રીતે નૈસ્રર્ગિક સ્થિતિમાં સ્થાપિત થયેલું છે. વનરાજી તથા નૈસર્ગિક જંગલ જેવી સ્થિતિમાં રચાયેલા આ પ્રદ્યુમન પાર્કને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “ પ્લાસ્ટીક મુકત “ જાહેર કરવામાં આવ્યુ છે. બીજા શબ્દોમાં કહીએ, તો સર્વપ્રથમ પ્લાસ્ટીક મુક્ત ઝૂ બનવાનું ગૌરવ પ્રધ્યુમન પાર્ક ઝુ ને પ્રાપ્ત થયું છે. ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ઝૂ ખરા અર્થમાં પ્લાસ્ટિક મુક્ત જ બની રહે તે માટે એક નવી સિસ્ટમ કાર્યરત્ત કરવાનું નક્કી કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, જો કોઈ કિસ્સામાં મુલાકાતીઓ પ્લાસ્ટિકની બોટલ કે અન્ય કોઈ પ્લાસ્ટિકની ચીજ-વસ્તુ લઈને ઝૂમાં પ્રવેશ કરશે તો તેની પાસેથી ટિકિટ બારી ઉપરથી પ્લાસ્ટિકની દરેક ચીજ દીઠ રૂ.૧૦/- વસૂલ કરવામાં આવશે અને જ્યારે આ મુલાકાતી ઝૂ માં ફરીને પરત જતા હોય ત્યારે પ્લાસ્ટિકની એ તમામ ચીજ વસ્તુ ટિકિટ બારી પર બતાવી પ્લાસ્ટિકની દરેક ચીજ વસ્તુ પર અગાઉ ચુકવાયેલા પોતાના દસ-દસ રૂપિયા પ્રત મેળવી શકશે. આ નવી વ્યવસ્થાનો આશય પ્રદ્યુમન પાર્ક ઝૂને ઝીરો પ્લાસ્ટિક બનાવી રાખવાનો છે અને તેમાં સૌ મુલાકાતી નાગરિકો સહયોગ આપે તેવો અનુરોધ છે.”

પ્રધ્યુમન પાર્ક ઝુ ખાતે ટીકીટ બારીએથી ટીકીટ લઈને પ્રવેશતા સહેલાણીઓની પ્રવેશ દ્વારા પાસે ચકાસણી કરવામાં આવે છે અને કોઈપણ પ્રવાસી કોઈપણ પ્રકારનું પ્લાસ્ટીક પ્રધ્યુમન પાર્ક ઝુ માં ન લઈ જઈ શકે તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. તદઉપરાંત પ્રધ્યુમન પાર્ક ઝુ માં આવેલ કેન્ટીન કે ફુડ કોર્ટમાં પણ પ્લાસ્ટીકના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેન્ટીન સંચાલક દ્વારા વેફર પણ કાગળની ડીસમાં આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા પ્રધ્યુમન પાર્ક ઝુ ખાતે પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુનો ઉપયોગ ન થાય તે માટે પ્રતિબધ્ધ છે.
Published by: Sanjay Vaghela
First published: July 12, 2018, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading