રાજકોટ : ગરીબોના હક્કના ચોખા બારોબાર વેચાવા જઈ રહ્યા હતા, ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું કૌભાંડ


Updated: November 22, 2020, 3:47 PM IST
રાજકોટ : ગરીબોના હક્કના ચોખા બારોબાર વેચાવા જઈ રહ્યા હતા, ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું કૌભાંડ
રાજકોટ પોલીસે ઝડપી પાડેલો આરોપી

જીપ ચાલક રવી જવાભાઈ ધોળકીયાને પકડી પાડી રૂ94 હજારની કિંમતના સસ્તા ભાવના ચોખાના 47 બાચકા અને જીપ મળી કુલ રૂ2.94 લાખનો મુદામાલ કબ્જે કર્યો

  • Share this:
રાજકોટ : સરકાર ગરીબો માટે સસ્તા અનાજની વ્યવસ્થા કરાવે છે કારણ કે તેઓ સમાજના અન્ય વર્ગ જેટલું રળતા નથી અને છેલ્લે તેમને રોટળો પણ દોહ્લલ્યો બની જાય છે. આવા વર્ગ માટે સરકાર સસ્તા અનાજની સ્કિમ ચલાવે છે. મફત અથવા રાહતદરે આવા વર્ગના કેટલાક લોકોને અનાજ મળે છે. જોકે, કેટલાક પાપીઓ આવા ગરીબોનાં હક્કને પણ ઝૂંટવી અને બારોબાર આવું અનાજ વેચી નાખતા હોય છે.  રાજકોટમાં ગરીબો માટેના સસ્તા અનાજના જથ્થાને બારોબાર વેચી નાખવાનાં કૌભાંડો અનેકવખત પકડાયા છે. ત્યારે ક્રાઈમ બ્રાંચે વધુ કૌભાંડ ઝડપી પાડ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે કૌભાંડમાં સંડોવાયેલ જીપ ચાલક રવી જવાભાઈ ધોળકીયાને પકડી પાડી રૂ94 હજારની કિંમતના સસ્તા ભાવના ચોખાના 47 બાચકા અને જીપ મળી કુલ રૂ2.94 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ત્યારે સમગ્ર મામલે મીડિયા સાથે ની વાતચીતમાં એસીપી ક્રાઇમ ડી.વી.બસિયા એ જણાવ્યું હતું કે,પોલીસ પુછપરછમાં આરોપી રવિએ જણાવ્યું છે કે, તે બે માસથી દિનેશ નીચાણી નામના વ્યક્તિ ની બોલેરો જીપ ચલાવે છે. તેના માલિકે રામનાથપરા શેરી નં. 1 માં હાથીખાના પાસે આવેલા બદરૂદીન વીરાણીના પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર ખાતેથી ચોખા ભરવાનું જણાવ્યું હતું.


આ પણ વાંચો :  રાજ્યમાં કર્ફ્યૂ લંબાવાશે કે રાબેતા મુજબ થઈ જશે સ્થિતિ? ગાંધીનગરથી આવ્યા મોટા સમાચાર

જે અંતર્ગત તેણે સસ્તા અનાજની દુકાને જતા દુકાને હાજર જાહીદ વિરાણીએ સરકારી ચોખાના જથ્થાના બાચકા બદલી સફેદ પ્લાસ્ટીકના કટામાં ચોખા ભરી આપ્યા હતાં. ત્યારબાદ આ ચોખા તેને ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં લઈ જવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે ચોખાનો જથ્થો ભરી દુકાને થી રવાનાં થતા પોલીસે બાતમીના આધારે પકડી લીધો હતો. રાશનકાર્ડ ધારકોને આપવાના ચોખા બારોબાર વેચાણ કરાતા હોવાનું ખુલતા ચોખાનો જથ્થો જીલ્લા પુરવઠા નિગમ ખાતે જમા કરાવી આ મામલે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવા તજવીજ કરાઈ રહી છે. જેની કચેરીથી આગળની કાર્યવાહી થયા બાદ ગનો દાખલ કરવાની કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો :  રાજકોટ : સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ હોટલ-પાનની દુકાનો સીલ, ભીડ થઈ તો ખેર નથીઆ મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી  ડી.વી.બસિયાએ જણાવ્યું હતું કે ' ડીસીબીની ટીમ આજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એક બોલેરો જીપ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. તેની તપાસ કરતા 2350 કિલોગ્રામ જેટલા સસ્તા અનાજના ચોખા મળી આવ્યા હતા. આ પીકઅપ વાનના ડ્રાઇવરને ચોખા બાબતે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે માલિકના કહેવાથી રામનાથપરામાં આવેલા પં.દિનદયાલ અનાજ ભંડારમાંથી આ ચોખા ભરી અને કાળા બજારના ભાવે ગોંડલ માર્કેટ યાર્ડમાં વેચવા રવાના કરી હતી.”
Published by: Jay Mishra
First published: November 22, 2020, 3:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading