રાજકોટ: શહેરમાં સરકારી જમીનના (Government land) ખોટા ડોક્યુમેન્ટ (fake document) બનાવી બારોબાર વહેંચી નાખવાનું ષડયંત્ર સામે આવ્યું છે. લેન્ડ ડ્રેબિંગના કાયદા મુજબ એક ખેડૂત દ્વારા કરેલી અરજીની તપાસમાં સરકારી જગ્યા વહેંચી નાખી હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
અશ્વિન પરસાણા નામના વ્યક્તિએ લેખિતમાં અરજી કરી હતી કે રાજકોટમાં મોટા મોવા ગામના સરવેનંબર 135 પૈકી એકની જમીન જે સરકારી ખરાબો છે તે તેમને વેચવામાં આવી છે. જેવી મરજી કલેકટરને આપી હતી. અને કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં સરકારી જમીનના બોગસ ડોક્યુમેન્ટ બનાવી વેચવાનું કૌભાંડ સામે આવ્યું હતું.
સમગ્ર રિપોર્ટના આધારે કલેકટર દ્વારા પોલીસને વધુ તપાસ કરવાનું જણાવ્યું હતું અને તેના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. મોટા મહુવામાં જે સરકારી ખરાબાની જમીન આવેલી હતી. તેના ઉપર આરોપીઓએ કોઈનો પ્રત્યક્ષ કબજો કે માલિકી હક ન હતો.
આ પણ વાંચોઃ-
અને કાયદેસરના અધિકાર વગર સરકારના નામે મહેસુલી વિભાગ, કલેકટર, મામલતદારના ખોટા સહી સિક્કા વાળા દસ્તાવેજો ઉભા કરી ફરિયાદીને સાચા દસ્તાવેજ વાળા બતાવી ફરિયાદી પાસેથી 7300000 જેટલી માતબર રકમ લીધી હતી. જોકે સમગ્ર મામલે ફરિયાદીને શંકા જતા તેને કલેકટરને અરજી આપી હતી.
આ પણ વાંચોઃ-
જેના આધારે મામલતદારે સમગ્ર તપાસ કરી હતી જે બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે નિવૃત એસટી ડ્રાઈવર બહાદુરસિંહ અને ગેરેજ સંચાલક કેતન વોરાની ધરપકડ કરી છે. હાલ પોલીસે ખોટા દસ્તાવેજ કઈ રિતે બનવ્યા, ખોટા સહી સિક્કા ક્યાં બનાવ્યા, અને જમીન વેચાણમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત બને આરોપીઓ અગાવ કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તેમજ અન્ય કોઈ લોકો કે ખેડૂત આ બંને નો ભોગ બન્યું છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.