રાજકોટ: ન્યૂસન્સ પોઈન્ટ પર કચરો ફેંકતા 32 લોકો દંડાયા

News18 Gujarati
Updated: January 23, 2019, 4:13 PM IST
રાજકોટ: ન્યૂસન્સ પોઈન્ટ પર કચરો ફેંકતા 32 લોકો દંડાયા
પ્રતિકાત્મક તસવીર

શહેર ત્યારે જ સ્વચ્છ થશે જયારે શહેરના લોકો જાગૃત થઇ જાહેરમાં કચરો ફેંકવાનું ટાળશે અને પોતે જાહેરમાં ગંદકી ન કરે અને અન્ય નાગરિકને પણ ગંદકી કરતા અટકાવશે.

  • Share this:
રાજકોટ ને સ્વચ્છ, સુંદર અને ગંદકી મુક્ત બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલ સ્વછતા અભિયાન અંતર્ગત શહેરમાં આવેલા ન્યુસન્સ પોઈન્ટ પર લોકો દ્વારા જાહેરમાં કચરો ફેંકતા ૩૨ ઇસમો પાસેથી ૧૩,૨૫૦ રૂપિયાનો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ હતો.

જાહેરમાં ગંદકી ન થાય તેવા હેતુથી જ્યાં-જ્યાં જાહેરમાં લોકો દ્વારા કચરો ફેંકતો હતો તેવા સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક ગાર્ડ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કર્મચારીને દેખરેખ માટે રાખવામાં આવેલી છે. આવા ન્યુસન્સ પોઈન્ટ પરથી ૩૨ ઇસમો પાસેથી રૂપિયા ૧૩,૨૫૦ નો જાહેરમાં કચરો કરતા દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, શહેર ત્યારે જ સ્વચ્છ થશે જયારે શહેરના લોકો જાગૃત થઇ જાહેરમાં કચરો ફેંકવાનું ટાળશે અને પોતે જાહેરમાં ગંદકી ન કરે અને અન્ય નાગરિકને પણ ગંદકી કરતા અટકાવશે. રાજકોટ મહાનગરપાલિકા રાજકોટને સ્વચ્છ બનાવવા માટે અથાગ મહેનત કરી રહી છે, તેની સાથે સાથે નાગરિકો પણ સહકાર આપશે તો રાજકોટ ખરેખર સ્વચ્છ બની શકશે.”

તેમણે ઉમેર્યુ કે, મહાનગરપાલિકા તો તેનું કાર્ય કરી જ રહી છે, જેમ કે ઘરે ઘરે થી કચરો એકત્ર કરાવવો, જાહેરમાં કચરો ફેંકવા પર દંડની કાર્યવાહી, જાહેરમાં ન્યુસન્સ કરતા પર દંડની કાર્યવાહી, જાહેર શૌચાલયો સ્વચ્છ રાખવા, કચરાનું વર્ગીકરણ કરવું, સુકો કચરો-ભીનો કચરો અલગ રાખવો તેમજ સ્વછતા એપ પરથી લોકો દ્વારા આવતી ફરિયાદોનો તત્કાલ નિકાલ તેમજ લોકોના ફીડબેક પરથી સુધારા-વધારી પણ મહાનગરપાલિકા કરી જ રહી છે, સાથે સાથે લોકોનો પણ બહોળો પ્રતિભાવ મળી રહ્યો છે, જેના થકી જ રાજકોટ સ્વચ્છ અને સુંદર બની શકશે.”
First published: January 23, 2019, 1:49 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading