રાજકોટમાં તૈયાર થયો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ Flag Of Unity, 26 હજારથી વધારે લોકોએ કર્યું નિર્માણ


Updated: January 25, 2020, 7:42 AM IST
રાજકોટમાં તૈયાર થયો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ Flag Of Unity,  26 હજારથી વધારે લોકોએ કર્યું નિર્માણ
ફ્લેગ ઓફ યુનિટીને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનાં હસ્તે ફ્લેગ ઓફ યુનિટીને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

  • Share this:
રાજકોટ : રાજકોટનાં વધુ એક વિશ્વ કક્ષાનો રેકોર્ડ નોંધાયો છે. રાજકોટનાં કલેકટર કચેરી ખાતે પહેલી જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કાગળનાં ટુકડાઓ દ્વારા રાષ્ટ્ર ધ્વજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું.  40 હજાર જેટલા કાગળનાં ટુકડાઓથી ઓરીગામી પદ્ધતિનાં માધ્યમથી રાષ્ટ્ર ધ્વજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનાં હસ્તે ફ્લેગ ઓફ યુનિટીને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

વિરાજબા જાડેજા નામનાં ફ્રિલાન્સર આર્ટિસ્ટ દ્વારા આ ફ્લેગ બનાવવામાં આવ્યો છે. રાજકોટની કલેકટર કચેરીમાં નિર્મિત આ રાષ્ટ્રધ્વજ ઓરીગામી પદ્ધતિ દ્વારા બનાવવામાં આવેલ વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ બન્યો છે.

ફ્લેગ ઓફ યુનિટીને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.


કલેકટર રેમ્યા મોહને ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, રાજકોટની કલેકટર કચેરી ખાતે આપણે ઓરીગામી પદ્ધતિ દ્વારા વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ  બનાવવામાં આવ્યો છે. ત્યારે આ અંગે રાષ્ટ્રધ્વજનું નિર્માણ કાર્ય અને તેની બાબતો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઇ તે અંગે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 40,573 કાગળના ટૂકડાઓને ગુંદર કે પીન જેવા કોઇ પદાર્થ તેમજ સાધનનો ઉપયોગ વગર જ એકબીજા સાથે જોડી રાષ્ટ્ર ધ્વજનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ફ્લેગ ઓફ યુનિટીને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.


રાષ્ટ્રધ્વજનાં નિર્માણમાં શાળાનાં બાળકો, દિવ્યાંગ તેમજ મનો દિવ્યાંગ બાળકોની સાથે વિધવા બહેનો, એનસીસી કેડેટસ, સીઆઈએસએફ પૂર્વ સૈનિકો તેમજ તેમના પરિવારો, બ્રહમાકુમારીઝ વિવિધ સામાજિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ તેમજ રાજકોટ મધ્યસ્થ જેલના કેદી ભાઇઓ/ બહેનો મળી કુલ 26 હજારથી વધુ લોકોએ 1000 વધુ માનવ કલાકોની ભાગીદારી નોંધાવી છે.
First published: January 25, 2020, 7:39 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading