Home /News /kutchh-saurastra /

સંબંધોનો ખૂન! રાજકોટમાં પતિએ સળિયાના ઘા ઝીંકી પત્નીની કરી હત્યા, પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનો આરોપ

સંબંધોનો ખૂન! રાજકોટમાં પતિએ સળિયાના ઘા ઝીંકી પત્નીની કરી હત્યા, પતિ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનો આરોપ

પતિ પત્નીની તસવીર

રાજકોટ પોલીસને એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં મળી આવતા પોલીસ દ્વારા હાથ ધરાયેલી પ્રક્રિયા અંતર્ગત લાશ તરુણાબેન ટાંકની હોવાનું ખુલ્યું છે.

રાજકોટઃ શહેરમાં ફરી એક વખત સંબંધોનું ખૂન થયાનો કિસ્સો સામે આવ્યો છે લગ્ન વખતે સાત જન્મોના વચન આપનારા પતિએ (Husband) જ પોતાની પત્નીની નિર્મમ હત્યા (wife murder) કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ પોલીસને (Rajkot Police) એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં મળી આવતા પોલીસ દ્વારા મૃતકની ઓળખ માટે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા હાથ ધરાયેલ પ્રક્રિયા અંતર્ગત લાશ તરુણાબેન ટાંકની હોવાનું ખુલ્યું છે.

તો બીજી તરફ તરૂણાબેન ના પિતા રામજીભાઈ રાઠોડ પોતાની પુત્રીની હત્યા નો આરોપ પોતાના જ જમાઈ પર લગાવ્યો છે. આજીડેમ પોલીસે રામજીભાઈ રાઠોડની ફરિયાદના આધારે તેમના જમાઈ બાલકૃષ્ણ ટાંક વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી છે. તો સાથે જ આરોપીની શોધખોળ માટે જુદી જુદી ટીમો બનાવી કાર્યરત પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-ભેજાબાજ યુવક! અમદાવાદમાં દિવસે દવા અને રાત્રે દારુનું વેચાણ કરતો આરોપી ઝડપાયો

પિતા રામજીભાઈ રાઠોડ પોલીસને જણાવ્યું છે કે તેમનો જમાઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવે છે જેના કારણે તેને મારી પુત્રી સાથે આ પ્રકારનો વ્યવહાર કર્યો છે. તો બીજી તરફ પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રથમ તો બાલ કૃષ્ણએ પોતાની પત્ની તરૂણાબેન સળિયાના ઘા ઝીકી તેમની હત્યા નીપજાવી હતી. તો તે બાદ લાશને સગેવગે કરવા માટે રાજકોટ શહેરની ભાગોળે આવેલા કણકોટ રીંગ રોડ પાસે અવાવરું જગ્યાએ ફેકી દીધી હતી.

આ પણ વાંચોઃ-પ્રેમકહાની! પાકિસ્તાની પ્રેમિકાને મળવા મહારાષ્ટ્રનો યુવક કચ્છ શરહદે પહોંચ્યો, બાઈક બગડતા ચાલતી પકડી અને પછી...

ત્યારે હાલ તો પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે પરંતુ એ જોવું હતી મહત્ત્વનું બની રહેશે કે આખરે પોલીસ ક્યારે પત્નીની હત્યા કરનારા આરોપી પતિ સુધી પહોંચે છે.
Published by:ankit patel
First published:

Tags: Crime Story, Husband killed wife, Rajkot police, Saurashtra, રાજકોટ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन