હવે રાજકોટમાં Coronaનો હાહાકાર, 72 કલાકમાં Record બ્રેક 85 કેસ


Updated: July 4, 2020, 10:24 PM IST
હવે રાજકોટમાં Coronaનો હાહાકાર, 72 કલાકમાં Record બ્રેક 85 કેસ
પ્રતિકાત્મક તસવીર

જ્યાં સુધી lockdown ચાલી રહ્યું હતું ત્યાં સુધી રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના વાઇરસ કાબૂમાં હતો. પરંતુ અનલૉક પાર્ટ 1 અને અનલૉક પાર્ટ 2 અંતર્ગત દિવસે અને દિવસે કોરોના વાયરસનાં કેસમાં ધરખમ વધારો

  • Share this:
રાજકોટ : ગુજરાત રાજ્યનો પ્રથમ પોઝિટિવ કોરોના વાયરસનો કેસ ૧૮ મી માર્ચના રોજ રાજકોટમાં નોંધાયો હતો. ત્યારે 18મી માર્ચથી શરૂ કરી અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં 35398 કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે આજ રોજ ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજ રોજ ગુજરાત રાજ્યમાં 712 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ત્યારે રાજકોટ શહેર તેમજ રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો દિવસે અને દિવસે રાજકોટ શહેર તેમજ જિલ્લાની અંદર પણ કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. 1લી જૂન 2020 ના રોજ રાજકોટ શહેરમાં ૧૭૫ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા.

તો રાજકોટ જિલ્લામાં માત્ર ૧૨૮ જેટલાં કેસ નોંધાયા હતા. ત્યારે માત્ર ૭૨ કલાકની અંદર જ રાજકોટ શહેર અને જિલ્લામાં રાજકોટ શહેરમા નોંધાયેલ પોઝીટીવ કેસનો આંક 209 પર પહોંચ્યો છે જ્યારે ગ્રામ્યનો આંક 179 પર પહોંચ્યો છે. આમ, છેલ્લા 72 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 85 કેસ નોંધાયા છે.


ઉલ્લેખનીય છે કે, જ્યાં સુધી lockdown ચાલી રહ્યું હતું ત્યાં સુધી રાજકોટ શહેર તેમજ જિલ્લામાં કોરોના વાઇરસ કાબૂમાં હતો. પરંતુ અનલૉક પાર્ટ 1 અને અનલૉક પાર્ટ 2 અંતર્ગત દિવસે અને દિવસે કોરોના વાયરસનાં કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. તો સાથેજ હાલ જેટલા પણ કેસ સામે આવી રહ્યા છે તેમાંથી મોટા ભાગના કેસ ની ટ્રાવેલ હિસ્ટ્રી લોકલ જણાઈ આવે છે
First published: July 4, 2020, 10:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading