કિસાન સહાયતા યોજના : કૃષિ મંત્રીએ કહ્યું, 'વળતર મેળવવા માટે ખેડૂતો હજી પણ નોંધણી કરાવી શકે છે'

News18 Gujarati
Updated: December 24, 2019, 3:50 PM IST
કિસાન સહાયતા યોજના : કૃષિ મંત્રીએ કહ્યું, 'વળતર મેળવવા માટે ખેડૂતો હજી પણ નોંધણી કરાવી શકે છે'
કૃષિ મંત્રીએ જણાવ્યું કે આ યોજનાનો સમય લંબાવાય તે માટે હું મુખ્યમંત્રીને રજૂઆત કરીશ

કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે 'વીમા કંપનીઓને વહેલીતકે પેમેન્ટ ચુકવવા માટે સુચનાઓ આપવામાં આવી છે. કાલથી માવઠાથી થયેલી નુકસાનીનું વળતર ચુકવાશે.

  • Share this:
રાજકોટ : રાજ્યનાં ખેડૂતોને માવઠાથી થયેલી નુકસાની બાદ સરકારે 3795 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ વર્ષે ખરીફ ઋતુમાં 146 ટકા વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને ખૂબ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ખરીફ સિઝનના અંતે પાક લણવાના સમયે થયેલા માવઠાના કારણે સૌરાષ્ટ્ર- ગુજરાતના ખેડૂતોને જે નુકસાન થયું તેના બદલ સરકારે જાહેર કરેલી સહાયતા આવતકાલથી ચુકવવામાં આવશે. કૃષિ મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, “આવતીકાલથી સરકાર આ સહાયતાના નાણા ચુકવશે. ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવાનો વિનમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.આવતીકાલે સુશાન દિવસથી ખેડૂતોને નાણા ચુકવવાની શરૂઆત કરાશે.”

ચાર ઝોનમાં આઠ કાર્યક્રમ


કાલે વડોદરામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં 5-7 લાખ ખેડૂતોના ખાતામાં મુખ્યમંત્રીના હસ્તે સીધી સહયતા ચુકવાશે. મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાની આગેવાનીમાં નાણા જમા કરાવાશે. રાજકોટના તરઘડી પાસે હું અને કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહી નાણા ચુકવાશે. અમદાવાદમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં રાહત પેકેજના નાણા ચુકવાશે. આમ જુદા જુદા વિસ્તારોમાં આઠ કાર્યક્રમ દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી રીતે નાણા જમા કરાવાશે.

આ પણ વાંચો : હેલ્મેટ પહેરવા તૈયાર રહો : મંત્રી ફળદુએ કહ્યું, 'નાગરિકોએ હેલ્મેટ પહેરવાની માનસિતા રાખવી પડશે'

ખેડૂતોને અપીલ ઓછા દિવસો બાકી છે વહેલીતકે અરજી કરો
આર.સી. ફળદુએ જણાવ્યું કે નુકસાનની સહાયતા કરવા માટે સરકારે મેરેથોન મનોમંથનના અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર તમને નુકસાનીના પ્રમાણમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે સહાયતા આપવા માંગે છે. હજુ 5-7 દિવસ બાકી છે. ખેડૂત ગ્રામ પંચાયતમાં વી.સી. પાસે જઈ અરજી કરે અને રાહત પેકેજનો લાભ મેળવે.

આ પણ વાંચો : ડાંગ : ઇન્ટરનેટ મેળવવાનો દેશી કિમીયો, WiFiના રાઉટરને વાંસડે બાંધી ટાવર ઉભા કર્યા

પાકવીમાની સહાયતાનો આંકડો 3 વર્ષ ગોપનીય રાખવાની જોગવાઈ

મંત્રી ફળદુએ જણાવ્યું કે 'ભારત સરકારની ગાઇડલાઇન મુજબ પાક વીમાની સહાયતાની ચુકવણીનો આંકડો 5 વર્ષ સુધી ગોપનીય રાખવાની જોગવાઈ છે. આ નિયમોમાં રાજ્યોને આપવામાં આવેલી છૂટ મુજબ ગુજરાત સરકારે ત્રણ વર્ષ સુધી પાક વીમાની ચુકવણીની રકમ ગોપનીય રાખવાની જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ આ અંગે ભ્રમ ફેલાવતી હોય તો તેનું કામ કરે, અમે અમારું કામ કરીશું.

વીમા કંપનીઓને વહેલીતકે વીમો ચુકવવા સૂચના

કૃષિ મંત્રીએ જણાવ્યું કે જ્યારે વાવણી સમયસર ન થઈ હોય કે પછી કુદરતી આપદા હોય ત્યારે વીમાની રકમ ચુકવવાની તારીખોના નિયમો જુદા છે. બાકી ખરીફ પાકોની સહાયતા ચુકવણીની છેલ્લી તારીખ 31મી જાન્યુઆરી છે. આ સરકાર ખેડૂતોની પડખે ઉભી રહેનારી સરકાર છે. સરકાર ખેડૂતોને સહાયતા ચુકવવા માટે મક્કમ છે. છેલ્લો ખેડૂત બાકી હશે ત્યાં સુધી સહાયતા ચુકવાશે.

 
First published: December 24, 2019, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading