Home /News /kutchh-saurastra /

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા બન્યા કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ

રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા બન્યા કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ

પતિ રવિન્દ્ર જાડેજા સાથે રિવાબા

ઇન્ડિય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ જાહેર કર્યા હતા.

    ઇન્ડિય ક્રિકેટ ટીમના ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ જાહેર કર્યા હતા. આ પ્રસંગે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુવારે દશેરાના તહેવાર નિમિત્તે રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા મહિલા રાસોત્સવનું આયોજ કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ હાજરી આપી હતી.

    રીવાબાની વાત કરીએ તો રીવાબાએ દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યુ છે. ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારું એવું પ્રભુત્વ છે. પોતાની કેરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા. એટલે એન્જિનિયરિંગ બાદ દિલ્હીમાં જ યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન બાદ તૈયારી કરી રહ્યા નથી. આમ રીવાબા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલા યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન પહેલા રીવાબા ક્રિકેટ જોતા નહોતા પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે. બધા સંયુક્ત પરિવારમાં રહે છે. જેમાં કાકાનો પરિવાર પણ સામેલ છે. દાદા નથી જ્યારે દાદી હયાત છે.

    રીવાબાઅને જાડેજાને સંતાનમાં એક પુત્રી છે, જેનું નામ નિધ્યાનાબા છે. રીવાબાએ 7 જુનની રાત્રે 1.16 વાગે નિધ્યાનાબાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. રીવાબાનો સ્વભાવ એકદમ સીધો સાદો છે. ખૂબ ઓછું બોલવાનું પસંદ કરે છે. નખશીખ રાજપૂત કન્યા સાદાઈની મૂર્તિ છે. તેનું નેચર ડાઉન ટુ અર્થ છે. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી મૂળ કેશોદ પાસેના બાલાગામના વતની છે. વર્ષોથી રાજકોટના કોઠી કમ્પાઉન્ડમાં રહે છે.

    હરદેવસિંહને સંતાનમાં રીવાબા એક માત્ર સંતાન છે. તેમને ખેતીવાડી ઉપરાંત ખાંભા અને રાજસમઢીયાળામાં બે સ્કૂલ છે. સાસણમાં ફાર્મહાઉસ અને નવલખી બંદર પર વે-બ્રિજ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: ક્રિકેટર, રવિન્દ્ર જાડેજા

    આગામી સમાચાર