આજનો દિવસ ભારત માટે ન્હોતો: રવીન્દ્ર જાડેજાના બહેન નયના બા

News18 Gujarati
Updated: July 10, 2019, 8:50 PM IST
આજનો દિવસ ભારત માટે ન્હોતો: રવીન્દ્ર જાડેજાના બહેન નયના બા
નયના બા જાડેજાની તસવીર

  • Share this:
અંકિત પોપટ, રાજકોટઃ ક્રિકેટ વર્લ્ડ કપના સેમિફાઇનલ મેચમાં ભારતે 18 રનથી પરાજય મેળવ્યો છે ત્યારે રવીન્દ્ર જાડેજાના બહેન નયના બાએ નિરાશા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આજનો દિવસ ભારત માટે ન્હોતો. તેમણે વધુમાં જણાવ્યુંહતું કે, હાર જીત તો થતી રહે પરંતુ દેલદિલીની ભાવના જાળવી રાખવી જોઇએ. નયના બાએ ભાઇ રવીન્દ્ર જાડેજાની રમતની પ્રસંસા કરતા કહ્યું હતું કે, તેમની બેટિંગ પણ સુધરી છે. આગામી મેચમાં રવીન્દ્ર જાડેજા સારું પ્રદર્શન કરે તેવી આશા પણ નયના બાએ વ્યક્ત કરી હતી.

કેન વિલિયમ્સન અને રોસ ટેલરની અડધી સદી પછી બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડે આઈસીસી વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભારત સામે 18 રને વિજય મેળવ્યો હતો. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 239 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 49.3 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ પરાજય સાથે જ ભારતના વર્લ્ડ કપ અભિયાનનો અંત આવ્યો છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું છે.

રોહિત શર્મા 1, વિરાટ કોહલી 1 અને લોકેશ રાહુલ 1 રને આઉટ થતા ભારતની શરુઆત ખરાબ રહી હતી. દિનેશ કાર્તિક પણ ખાસ કમાલ ન કરી શકતા 6 રને આઉટ થયો હતો.

આ પણ વાંચોઃ-Ind Vs NZ : ભારતનો 18 રને પરાજય, વર્લ્ડ કપના અભિયાનનો અંત, ન્યૂઝીલેન્ડ ફાઇનલમાં

ટોપ ઓર્ડરના ધબડકા બાદ રવીન્દ્ર જાડેજા (77) અને ધોનીએ (50) સાતમી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી જીતની આશા જગાવી હતી. જોકે આ બંનેના આઉટ થયા બાદ પરાજય થયો હતો.

ન્યૂઝીલેન્ડ તરફથી 37 રનમાં 3 વિકેટ ઝડપનાર મેટ હેનરીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટે 211 રનથી પોતાની ઇનિંગ્સ શરુ કરી હતી.રોસ ટેલર 74 રન બનાવી આઉટ થયો હતો. આ સિવાય કેપ્ટન કેન વિલિયમ્સને 67 રન બનાવ્યા હતા. નિકોલ્સે 28, ગ્રાન્ડહોમીએ 16, નિશામે 12 રન બનાવ્યા હતા.

ભારત તરફથી ભુવનેશ્વર કુમાર 3 વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ, હાર્દિક પંડ્યા, જાડેજા અને ચહલે 1-1 વિકેટ ઝડપી હતી.
First published: July 10, 2019
વધુ વાંચો
अगली ख़बर