પ્રાંસલામાં કરૂણાંતિકા: ટેન્ટમાં લાગેની આગમાં ત્રણ વિદ્યાર્થિનીનાં મોત

News18 Gujarati
Updated: January 13, 2018, 10:07 AM IST
પ્રાંસલામાં કરૂણાંતિકા: ટેન્ટમાં લાગેની આગમાં ત્રણ વિદ્યાર્થિનીનાં મોત
આગને કારણે 50-60 જેટલા ટેન્ટ્સ બળીને ખાખ, 15થી વધારે સ્ટુડન્ટ્સ ઘાયલ
News18 Gujarati
Updated: January 13, 2018, 10:07 AM IST
ઉપલેટા: રાજકોટ જિલ્લાના ઉપલેટાથી 30 કિમી દૂર આવેલા પ્રાંસલામાં ચાલી રહેલી શિબિરમાં વિદ્યાર્થિનીઓના ટેન્ટમાં મોડી રાત્રે અચનાક આગ લાગી હતી. જેમાં 3 વિદ્યાર્થિનીઓના મોત થયા હતા. જ્યારે 15 વિદ્યાર્થિની ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થિનીઓને ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ આગ મોડી રાત્રે દોઢ વાગ્યે બની હતી. જ્યારે વિદ્યાર્થિનીઓ પોતાના ટેન્ટમાં સુતી હતી. તે દરમિયાન શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. જો કે ફાયર ફાઈટર, આર્મી અને નેવીના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પર પહોંચ્યા હતા. અને આગને કાબુમાં લીધી હતી. સાથે જ તમામ વિદ્યાર્થિનીઓને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવી હતી. મોડી રાત્રે બનેલી આ ઘટના દરમિયાન 1થી દોઢ કલાક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને આગ લાગતા જ વિદ્યાર્થિનીઓમાં નાસભાગ મચી હતી.

રાત્રે આ ઘટના દરમિયાન ટેન્ટમાં 10 હજારથી વધુ વિદ્યાર્થિનીઓ સુતી હતી. તે દરમિયાન આગ લાગી હતી. તો આગમાં 60થી 70 ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. અને 3 વિદ્યાર્થિની જીંદગી હોમાઈ હતી.મહત્વનું છે કે અહિયા દર વર્ષે રાષ્ટ્રકથા શિબિર યોજાય છે. જેમાં 50 હજારથી વધુ વિદ્યાર્થિનીઓના આ શિબિરમાં ભાગ લે છે. ત્યારે આ વર્ષે 20મી રાષ્ટ્રીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વર્ષ 10 હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જો કે કથા શરૂ થાય તે પહેલા જ અહિયા આર્મીના જવાનો અને નેવીના જવાનો તૈનાત રહે છે. ત્યારે ગત શુક્રવારથી શરૂ થયેલી આ શિબિરમાં આર્મીના જવાનો અને નેવીના જવાનો હાજર જ હતા. જેથી તેની મદદથી તમામ વિદ્યાર્થિનીઓને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવી હતી. જો કે 10 દિવસની શિબિરનો આજે છેલ્લો દિવસ હતો.

હાલ તો આ સમગ્ર આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યુ છે. અને વધારે જાનહાની થતા અટકી છે. અને સેનાએ ત્વરિત કાર્યવાહી કરીને 300 લોકોને બચાવ્યા હતા. તો સમગ્ર ઘટનાના પગલે ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
First published: January 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर