Home /News /kutchh-saurastra /

રાજકોટઃ હાર્દિકના ઉપવાસને સમર્થન માટે આવતા PAAS કાર્યકરોની અટકાયત

રાજકોટઃ હાર્દિકના ઉપવાસને સમર્થન માટે આવતા PAAS કાર્યકરોની અટકાયત

હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

25મી ઓગસ્ટથી હાર્દિક પટેલ પોતાના ઘરે જ આમરણાંત ઉપવાસ કરશે, આ માટે રાજ્યભરમાંથી પાસના કાર્યકરો અમદાવાદ પહોંચી રહ્યા છે.

    હાર્દિક પટેલને આમરણાંત ઉપવાસ માટે સમર્થન કરવા માટે અમદાવાદ આવી રહેલા પાસના 15 કાર્યકરોની પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસે રાજકોટના પડધરીથી પાસના કન્વિનર મનીષ દોંગા સહિત 15 લોકોની અટકાયત કરી છે. બીજી તરફ હાર્દિકે જાહેરાત કરી છે કે જો રામોલ કેસમાં તેને જામીન નહીં મળે તો તે જેલમાં જઈને પણ ઉપવાસ આંદોલન ચાલુ રાખશે.

    સોમવારે આવી શકે છે ચુકાદો

    રામોલ તોડફોડ કેસમાં આજે સેશન્સ કોર્ટમાં હાર્દિકની જામીન અરજી અને હાર્દિકના જામીન રદ કરવામાં આવે તેવી સરકારની અરજી પર ચુકાદો ટળ્યો હતો. કેસની સુનાવણી કરી રહેલા જજ રજા પર હોવાથી આ કેસનો ચુકાદો હવે સોમવારે આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. રામોલ તોડફોડ મામલે સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને રામોલમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન આપ્યા હતા. હાર્દિકે આ શરતમાં સુધારો કરવા માટે કોર્ટમાં અરજી કરી છે.

    ઉપવાસ ચાલુ જ રહેશેઃ હાર્દિક

    શુક્રવારે મીડિયા સાથે વાતચીતમાં હાર્દિકે જણાવ્યું કે, "પોલીસ રાજ્યમાં ઠેરઠેર પાસના કાર્યકરોની અટકાયત કરી રહી છે. કાર્યકરો અમદાવાદ સુધી ન પહોંચી તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, ફાર્મહાઉસ ખાતે 25મી ઓગસ્ટથી જેટલા પણ લોકો પહોંચી શકે તેની સાથે ઉપવાસ આંદોલન શરૂ કરી દેવામાં આવશે. અમને આશા છે કે શરૂઆતમાં લોકો ઓછો જોડાશે પરંતુ બે-ત્રણ દિવસ બાદ મોટી સંખ્યામાં લોકો જોડાશે."

    શું છે રામોલ તોડફોડ કેસ?

    પાટીદાર અનામત આંદોલન દરમિયાન 20 માર્ચ, 2017ના રોજ વસ્ત્રાલના આસ્થા બંગલોઝ ખાતે રહેતા ભાજપના કોર્પોરેટર પરેશ પટેલના ઘર પર હાર્દિક પટેલ અને તેની સાથેના લોકોએ હુમલો કર્યો હતો. આ મામલે રામોલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં કોર્ટે હાર્દિક પટેલને શરતી જામીન પર છોડ્યો છે. આ સાથે કોર્ટે એવી શરત મૂકી હતી કે હાર્દિકે રામોલ પોલીસ મથકની હદમાં પ્રવેશ કરવો નહીં.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Hardik Fast, Hardik Fast Resort, Hardik Fast without Permission, Hardik Patel Bail, Ramol police, Rioting and arson case, Ruckus, હાર્દિક પટેલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन