ક્લાસ વન આ અધિકારી પોતાને માને છે "વિષ્ણુ" અવતાર,પત્ની પર અત્યાચાર કરી કહે છે "રાક્ષસ"

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 12, 2017, 6:09 PM IST
ક્લાસ વન આ અધિકારી પોતાને માને છે
રાજકોટમાં મહિલા પર અત્યાચારનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સાંભળીને જરૂરથી ચોકી જવાશે.વડોદરામાં કલાસ વન અધીકારી તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિએ પોતની પત્નિને પોતે ‘ભગવાન વિષ્ણુ’નો દશમો અવતાર હોવાનું અને તેની પત્નિ અને પુત્રમાં રાક્ષસ હોવાનું કહિને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી. જેને લઇને મહિલા પોલીસે નોટીસ આપીને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

રમેશભાઇ ફેફર વડોદરામાં ઇરીગેશન વિભાગમાં અધીક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવે છે. પરંતુ હાલ રાજકોટ પોલીસનાં સકંજામાં આવી પહોંચ્યા છે. રમેશની પત્નિ ગીતાબેને રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 9 નાં ફરીયાદ નોંધાવી હતી કે, તેનો પતિ રમેશ પોતામાં ભગવાન વિષ્ણુનો અવતાર હોવાનું અને તારામાં રાક્ષસ હોવાનું કહીને ઘરમાંથી કાઢી મુકી માનસીક ત્રાસ આપે છે. જેને લઇને આજે રાજકોટ મહિલા પોલીસે ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવતા રમેશ ફિફરની કાલાવડ રોડ પર આવેલી બંસી સોસાયટીમાંથી ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
25 વર્ષ સુધી ગીતાબેને આ રમેશનું વિષ્ણુ હોવાનું નાટક સહન કરતા રહ્યા પરંતુ અંતે રમેશનાં પાપનો ઘડો ભરાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
First published: April 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर