Home /News /kutchh-saurastra /

રાજકોટમાં 'પાણીચોરો' બેફામ; મહાનગરપાલિકા ત્રાટકી

રાજકોટમાં 'પાણીચોરો' બેફામ; મહાનગરપાલિકા ત્રાટકી

ભૂતિયા નળ કનેક્શનની તપાસ કરતી ટીમ

રાજકોટમાં 17 દિવસમાં ડાયરેક્ટ પમ્પીંગનાં 239 કિસ્સા ઝડપાયાં. દંડ ફટકાર્યો.

    રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓણી તપાસ ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં તા. ૧૩-૩-૨૦૧૯ થી તા. ૩૦-૦૪-૨૦૧૯ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરમાં હાથ ધરાયેલા ચેકિંગ દરમ્યાન ડાયરેક્ટ પમ્પીંગનાં ૨૩૯ કિસ્સા અને ૪૧ ભૂતિયા નળ જોડાણ ઝડપાયા હતાં. ડાયરેક્ટ પમ્પીંગ અને ભૂતિયા નળ જોડાણ ઉપરાંત પાણીનો બગાડ કરનારા લોકો પાસેથી કુલ મળીને રૂ.૦૩,૦૭,૨૬૦/-નો દંડ વસૂલ કરાયો હતો.

    શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૨૨૮૪૧ મકાનોમાં ચેકિંગ કરાયું હતું. આ દરમ્યાન ડાયરેક્ટ પમ્પિંગનાં ૧૦૪ કિસ્સાઓમાં ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરી સંબંધિત આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. ભૂતિયા નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતાં. જ્યારે ડાયરેક્ટ પમ્પિંગનાં કિસ્સાઓમાં પ્રત્યેક આસામી પાસેથી બબ્બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, અને પાણીનો બગાડ કરતા આસામીઓ પાસેથી રૂ. ૨૫૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

    વોર્ડ નંબર 16માં ચારને નોટિસ

    રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્તિ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેક્શન અને ડાયરેક્ટ પમ્પીંગનાં કિસ્સાઓની તપાસ તથા પગલા ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં ૦૧-૦૫-૨૦૧૯ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૧૬ની ટીમ દ્વારા શહેરમાં ભોજલરામ સોસાયટી વિસ્તારમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેક્ટ પમ્પીંગ કરતા ૦૪ આસામીઓને ડાયરેક્ટ પમ્પીંગનો દંડ રૂપિયા બે હજારભરી જવા અંગેની નોટીસ આપવામાં આવી હતી.

    જે આસામીઓ સામે પગલા લેવામાં આવ્યા છે તેમાં ડાયરેક્ટ પમ્પીંગ કરનાર (૧) બળવંતભાઈ પી. સોલંકી (ભોજલરામ સોસાયટી મેઈન રોડ) (૨) કેશુભાઈ પી. પાનસુરીયા ((ભોજલરામ સોસાયટી મેઈન રોડ) (૩) અમીનભાઈ આર. કાપડિયા (મિલન - (ભોજલરામ સોસાયટી -૩) (૪) દેવેન્દ્રભાઈ પુજારા ( ગોકુલ - (રોકડીયા નિવાસ પાસે (ભોજલરામ સોસાયટી -૩ ) વિગેરે આસામીઓનો સમાવેશ થાય છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Civic body, રાજકોટ

    આગામી સમાચાર