Home /News /kutchh-saurastra /

રાજકોટવાસીઓને સાઇકલ ખરીદી પર કુટુંબ દીઠ 1000 રૂપિયાનું વળતર મળશે

રાજકોટવાસીઓને સાઇકલ ખરીદી પર કુટુંબ દીઠ 1000 રૂપિયાનું વળતર મળશે

પ્રતિકાત્મક તસવીર

આ યોજનાનો લાભ કુટુંબદીઠ એક જ વ્યક્તિને મળશે. એક થી વધુ અરજી મળ્યાથી અરજી રદ કરવાને પાત્ર થશે.

    ન્યૂઝ18ગુજરાતીઃ રાજકોટમાં વધતા પ્રદૂષણને અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાઇકલ શેરિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો વ્યાપ વધે માટે નાણાકીય વર્ષ 2019-20નાં બજેટમાં સાઇકલ પ્રમોશન પ્રોજેક્ટ માટે ખાસ એક કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના શહેરીજનો દ્વારા ખરીદાયેલી નવી સાઇકલ કુટુંબદીઠ રૂ.1000 એક વ્યક્તિના બેન્ક ખાતામાં વળતર આપવાનું નક્કી કરાવમાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો લાભ લેવા માટે સાઇકલ ખરીદી અમલ તારીખ 15-7-2019 પછી હોવી જોઇએ. આ પ્રોજેક્ટ અંગે મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ અને મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની જણાવ્યું હતું.

    સાઇકલ શેરિંગ યોજનાનો લાભ મેળવવા માટે રાજકોટ શહેરના નાગરિકોએ રાજકોટ મહાનગરપાલિકાની વેબ સાઈટ (www.rmc.gov.in) પર સાઇકલ પ્રમોશન યોજનાનું ફોર્મ સંપૂર્ણ ચોકસાઈ પૂર્વક ભરી તેની પ્રિન્ટ કાઢી જે તે વોર્ડમાં રહેતા હોય તે વોર્ડની વોર્ડ ઓફિસ ખાતે જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મ જમા કરાવવાનું રહેશે.

    આ પણ વાંચોઃ-મોરબીઃ વાંકાનેરમાં બે અજાણ્યા વ્યક્તિઓએ પાંચ વર્ષના બાળકનું અપહરણ કર્યું

    વધુમાં તેઓએ જણાવ્યું કે, આ યોજનાનો લાભ મેળવવા અરજદારે નીચે મુજબનાં નીતિ-નિયમો અને શરતોનું પાલન કરવાનું રહેશે. આ નીતિ નિયમો મુજબની અરજીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

    યોજનાનાં નીતિ-નિયમો
    • આ યોજનાનો લાભ કુટુંબદીઠ એક જ વ્યક્તિને મળશે. એક થી વધુ અરજી મળ્યાથી અરજી રદ કરવાને પાત્ર થશે.
    • આ યોજના અન્વયે 10,000 લાભાર્થીઓને વહેલા તે પહેલાનાં ધોરણે અને નિયત શરતોને આધીન સાઇકલ પ્રમોશન યોજનાનો લાભ મળનાર હોઈ, ત્યાર બાદ રજુ થયેલ અરજી માટે આખરી નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.
    • આ યોજના અંતર્ગત સાઇકલની ખરીદી યોજનાની અમલ તારીખ: 15-07-2019 પછીની હોવી જોઈએ, જેનું GST સહિતનું બીલ - ચેસીસ નંબર સાથેની વિગતો નિયત અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે રજુ કરવાની રહેશે.
    • આ યોજનાનો લાભ મેળવવા અરજી કરનારનાં નામનું જ સાઇકલ ખરીદીનું બીલ રજુ કરવાનું રહેશે તેમજ યોજનાની અમલ તારીખ બાદ ખરીદ કરેલ સાઇકલ પર લાભ મળવાપાત્ર રહેશે.
    • રી-સેલ કરેલ કે જૂની ખરીદેલ સાઇકલ પર આ યોજનાનો લાભ મળશે નહિ.
    • સાઇકલનાં ટાયરની સાઈઝ 2૪ ઇંચ કે તેથી વધુ હોવી જોઈએ. નાના ટાયરવાળી ટ્રાયસીકલ માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહિ.
    • અરજી કરનારે આધાર કાર્ડ, રેશનકાર્ડ(રાજકોટનું) તેમજ અરજદારની બેંકની વિગતો સાથે કેન્સલ ચેક પણ આપવાનો રહેશે.
    • અરજીની સાથે સાઇકલ ખરીદીનાં GSTવાળું ડુપ્લીકેટ બીલ અથવા ઝેરોક્ષ પર સાઇકલ એજન્સીનાં સંચાલકનાં સહી સિક્કા કરવાનાં રહેશે.
    • આ યોજનાનો લાભ 'Make In India'ની સાઇકલ ખરીદ કરનારને જ મળવા પાત્ર થશે.
    • આ યોજનાનો લાભ મેળવવા નિયત કરેલ અરજી ફોર્મ જરૂરી વિગતો ભરી તેમાં દર્શાવેલ આધાર પુરાવા સાથે રજુ કરવાનું રહેશે. અન્યથા અરજી મંજુર કરવામાં આવશે નહિ.
    • જરૂર જણાયે અરજદારે ડોક્યુમેન્ટ વેરીફીકેશન અર્થે ઓરીજીનલ બીલ તથા અન્ય ડોક્યુમેન્ટ રજુ કરવાનાં રહેશે.
    • આ યોજના રાજકોટ શહેરનાં વિસ્તારનાં(રાજકોટ મહાનગરપાલિકાની હદમાં) લોકો પુરતી મર્યાદિત હોય બહારગામનાં કે રાજકોટ મહાનગરપાલિકાની હદ બહારનાં વિસ્તારનાં લોકોને આ યોજનાનો લાભ મળી શકશે નહિ.
    • આ યોજના અંતર્ગત રૂ.1,000/-ની સબસીડી અરજદારનાં બેંક ખાતામાં જ જમા કરવામાં આવશે અન્ય કોઈપણ રીતે મળશે નહિ.

    રજુ કરવાના થતા ડોક્યુમેન્ટ:
    - આધાર કાર્ડ
    - રેશનકાર્ડની નકલ (રાજકોટનું)
    - GST સાથેના બીલની નકલ
    - કેન્સલ ચેક

    ફોર્મ જમા કરવાનું સ્થળ: (ઓફીસના કામકાજના દિવસે અને સમય દરમ્યાન)

    (1) તમામ વોર્ડ ઓફીસ
    Published by:ankit patel
    First published:

    Tags: Bicycle, Purchase, RMC, Saurashtra, રાજકોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन