રાજકોટ: ફરી એકવાર સામે આવ્યો અંધાપાકાંડ, દર્દીએ નોંધાવી પોલીસ ફરિયાદ

Nisha Kachhadiya | News18 Gujarati
Updated: December 22, 2017, 2:00 PM IST
રાજકોટ: ફરી એકવાર સામે આવ્યો અંધાપાકાંડ, દર્દીએ નોંધાવી પોલીસ ફરિયાદ

  • Share this:
રાજકોટ: ફરી એક વખત રાજકોટની સાધુ વાસવાણી હોસ્પિટલમાં અંધાપાકાંડ સામે આવ્યો છે. મોતિયાના ઓપરેશન બાદ એક દર્દીને અંધાપો આવી ગયો છે. જેથી દર્દીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડો.હેતલ બખાઈ સહિત અન્ય સ્ટાફ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

મહત્વનું છે કે થોડા મહિના પહેલા પણ ડૉ.હેતલ બખાઈ દ્વારા જ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે વખતે 12 જેટલા લોકોને અંધાપો આવી ગયો હતો. ત્યારે આજે ફરી એક દર્દીને અંધાપો આવી જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે જોવાનું એ છે કે પોલીસ દ્વારા ક્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

આ અગાઉ જ્યારે અંધાપાકાંડ સામે આવ્યો હતો ત્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલના ઓપરેશન રૂમને સીલ કરવામાં આવ્યો હતો. પરંતુ આ હોસ્પિટલ કોઈ પણ પ્રકારની મંજૂરી વગર રાબેતા મુજબ શરૂ થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આી છે. હાલ તો પોલીસે હોસ્પિટલના મુખ્ય ડૉક્ટર હેતલ બખાઈ અને તેના સ્ટાફ વિરૂદ્ધ ફરિયાદ નોઁધીને વધુ તપાસ હાથ ધરી છે.
First published: December 22, 2017, 2:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading