રાજકોટ: પ્રેમિકા સાથે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમિકા કપડાં બદલતી હોય તેવી તસવીરો વહેતી કરી દીધી

રાજકોટ: પ્રેમિકા સાથે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમિકા કપડાં બદલતી હોય તેવી તસવીરો વહેતી કરી દીધી
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

પતિથી અલગ રહેતી શાલિની એક યુવકના પ્રેમમાં પડી હતી અને તેની સાથે રહેવા લાગી હતી, કોઈ કારણે પ્રેમી સાથે ઝઘડો થતાં બંને અલગ થઈ ગયા હતા. પ્રેમીએ સોશિયલ મીડિયા પર શાલિનીની બીભત્સ તસવીરો મૂકી બદનામ કરી.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેર (Rajkot city)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ સંબંધ તોડી નાખતા પ્રેમી (Lover)એ ફેસબુકની પર તેણીના બીભત્સ તસવીરો મૂકી દીધી હોવાનું સામે આવ્યું છે. આ મામલે મહિલાએ સાઇબર સેલ (Cyber cell)માં ફરિયાદ કરતા પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પતિથી અલગ રહેતી શાલિની (નામ બદલાવેલ છે) નામની મહિલાના ફોટા તેના પ્રેમીએ સોશિયલ મીડિયા (Social media)માં મૂકી તેણીને બદનામ કરતા હોવાની પોલીસ ફરિયાદ સાઇબર ક્રાઇમને મળી હતી.

શાલિની નામની મહિલાએ પોલીસને આપેલી ફરિયાદ મુજબ 19 વર્ષ પૂર્વે રાજકોટમાં ચિંતન ભટ્ટ (નામ બદલાવેલ છે) સાથે તેણીના લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેને ત્રણ સંતાનો પ્રાપ્ત થયા છે. લગ્ન જીવનમાં પતિ સાથે મનદુઃખ થતાં તે દોઢ વર્ષથી પોતાની પુત્રી સાથે અલગ રહે છે.આ પણ વાંચો: સુરત: અસામાજિક તત્વોની દાદાગારી આવી સામે, બાઇક સવાર યુવકને જાહેરમાં ફટકાર્યો, વીડિયો વાયરલ

આ દરમિયાન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પ્રદીપ સિદ્ધપુરા સાથે તેનો પરિચય થયો હતો. આ પરિચય બાદ બંને પ્રેમમાં પડ્યાં હતાં. બંને સંમતિથી છેલ્લા એક વર્ષથી સાથે રહેતા હતા. દરમિયાન એક મહિના પૂર્વે પ્રેમી પ્રદીપ અને શાલિની વચ્ચે ઝઘડો થતાં ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી. જે બાદમાં બંને અલગ થઈ ગયા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: 'બજાર બંધ હોવા છતાં PSI અને કોન્સ્ટેબલ હપ્તા માંગે છે,' નનામો પત્ર વાયરલ થતા ખળભળાટ

પ્રદીપને છોડી દેતા તેણે વોટ્સએપ પર શાલિનીને બીભત્સ ફોટા અને અભદ્ર મેસેજ પણ મોકલ્યા હતા. પ્રદીપે મેસેજમાં જણાવ્યું હતું કે, "તું મને છોડીને જતી રહી છે. હવે જો તારા ફોટા વાયરલ થઈ ગયા. હવે તું ભોગવ."

આ પણ વાંચો: 100 પત્ની અને 1,000 બાળકનો ટાર્ગેટ, એક રાતમાં ચાર પત્નીને કરે છે પ્રેમ, મોત પહેલા તમામને પ્રેગ્નેન્ટ કરવાનો માસ્ટર પ્લાન!

પ્રદીપે તેના ફેસબુક એકાઉન્ટમાં શાલિની કપડાં બદલાવતી હોય તે સમયની કેટલીક તસવીરો મૂકી હતી. સાથે જ પ્રદીપે લખ્યું હતું કે, આજ સવારથી લાપતા છે. જેને પણ મળે આ નંબર ઉપર ફોન કરવો. આવા લખાણ સાથે નીચે તેનો મોબાઈલ નંબર પણ લખ્યો હતા. સમગ્ર મામલે શાલિનીની ફરિયાદ પરથી સાઇબર સેલે ફરિયાદ નોંધી આરોપી પ્રદીપ સિદ્ધપુરાની ધરપકડ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:May 13, 2021, 12:00 pm

ટૉપ ન્યૂઝ