Home /News /kutchh-saurastra /

રાજકોટ : યુવકે પોતાના જ અપહરણની ઘડી હતી સ્ટોરી, કબૂલાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ

રાજકોટ : યુવકે પોતાના જ અપહરણની ઘડી હતી સ્ટોરી, કબૂલાત સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ

અપહરણની કહાણી સાંભળીને પોલીસ પમ ચોંકી ગઈ હતી.

'તમારા દીકરાને છરીના ઘા મારી ફોરવ્હીલ ગાડીમાં બેસાડીને કોઈ લઈ ગયા,' પિતાને આવો ફોન આવ્યો અને પોલીસ મથકે ફરિયાદ કરતા સૌ દોડતા થયા

રાજકોટમાં (Rajkot Police) એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતા કરણ ગોગરા નામના યુવકે પોતાનું અપહરણ (Kidnapping) થઈ ગયો હોવાનું નાટક રચ્યું હતું. પોતાના પર દેવું વધી જતાં તેમણે અપહરણનું નાટક રચ્યું હતું. જોકે પિતાની ફરિયાદ પરથી પોલીસે ઝડપી પાડયો હતો અને તેની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સમગ્ર મામલો એવો છે કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં 30 ડિસેમ્બરના રોજ એના પિતાએ પોતાના દીકરાનું અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ લખાવી હતી અને જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે કરણને ઝડપી પાડયો હતો અને તેણે પૂછપરછમાં ખુલાસો કર્યો હતો જેને સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સમગ્ર મામલાની વિગત એવી છે કે કરણના ફોન માંથી તેના પિતાને ફોન આવ્યો હતો કે તમારા દીકરા એટલે કે કરણનો ફોન તથા ગાડી અહીં પડેલ છે અને કોઈ અજાણ્યા ઇસમો તેને છરીના ઘા મારી ફોરવ્હીલ ગાડીમાં બેસાડી લઈ ગયા છે. જેના આધારે તેના પિતાએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી.

આ પણ વાંચો :  ભૂમાફિયા પર ગાળીયો, રાજકોટ શહેરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત પ્રથમ ફરિયાદ દાખલ

અપહરણની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ-અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યું હતું. કરણની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તેને આર્થિક સંકળામણ હોવાને કારણે તે ઘર મૂકીને જતો રહ્યો હતો અને જેથી પોતે 30 ડિસેમ્બરના રોજ પોતાના મોટા બાપુના દીકરા એભલ ને પોતાના જ ફોન માંથી અવાજ બદલી ને ફોન કરી ફરિયાદ મુજબની હકીકત જણાવી હતી અને મોટરસાયકલ તથા મોબાઇલ કાલાવડ રોડ ઉપર અવધના ઢાળીયા પાસે મૂકી ત્યાંથી રિક્ષામાં બેસી કે.કે.વી ચોક અને ત્યાંથી રિક્ષામાં ગ્રીનલેંડ ચોકડી પહોંચ્યો હતો.

ત્યાંથી એક કારમાં અમદાવાદ ખાતે પહોંચી અને અમદાવાદથી ટ્રાવેલ્સ માં બેસી 31 ડિસેમ્બરના રોજ મુંબઈ ખાતે પહોંચ્યો હતો. મુંબઈમાં હોટલમાં રોકાવા માટે જતા આઈડી પ્રૂફ નહીં હોવાને કારણે હોટેલમાં કોઈ રૂમ આપ્યો નો હતો જેથી તે પરત ટ્રાવેલ્સમાં અમદાવાદ આવી પહોંચ્યો હતો અને પોતાની પાસેના આધારકાર્ડ નંબર ઉપરથી અમદાવાદ માંથી આધાર કાર્ડ કઢાવી એક નવો મોબાઈલ ફોન અને સીમકાર્ડ ની ખરીદી કરી હતી અને અમદાવાદની હોટલ માં રોકાયો હતો.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમની તસવીર


આ પણ વાંચો : સુરત : માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો! એક વર્ષનો બાળક રમતાં રમતાં બેટરીનો સેલ ગળી ગયો, સિવિલના તબીબોએ બહાર કાઢ્યો

જે બાદ કરણ ફરીથી બીજી જાન્યુઆરીના બપોરે ત્રણ વાગ્યે અમદાવાદ હોટેલમાંથી ચેકઆઉટ કરી રાત્રીના નવેક વાગ્યે ટ્રાવેલ્સમાં અમદાવાદ થી મુંબઈ જવા નીકળ્યો હતો અને સવારે મુંબઇ પહોંચ્યો હતો જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સતત તેના પરિવાર અને ફરિયાદીના સંપર્કમાં હોવાની કરણને મુંબઈ ખાતે થી શોધી લાવી અને અપહરણનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.
Published by:Jay Mishra
First published:

Tags: Rajkot police, પોલીસ, રાજકોટ

આગામી સમાચાર