રાજકોટ : DVRમાં શોર્ટ-સર્કિટ થતાં તણખાં સેનિટાઇઝર પર પડ્યા, યુવક આગને હવાલે થયો


Updated: June 4, 2020, 5:50 PM IST
રાજકોટ : DVRમાં શોર્ટ-સર્કિટ થતાં તણખાં સેનિટાઇઝર પર પડ્યા, યુવક આગને હવાલે થયો
યુવક સળગતી હાલતમાં બહાર દોડી આવ્યો.

રાજકોટનો ચર્ચાસ્પદ કિસ્સો : સેનિટાઇઝરને કારણે ટેબલમાં આગ લાગી, યુવક સળગતી હાલમાં બૂમા બૂમ કરતો બહાર દોડી આવ્યો.

  • Share this:
રાજકોટ : શહેરના ઔદ્યોગિક વિસ્તાર (Rajkot Industrial Area)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કોઠારિયા રોડ પર આવેલા કારખાનામાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ (Fire)માં ગંભીર રીતે દાઝી ગયેલા યુવાને ટૂંકી સારવારમાં દમ તોડ્યો છે. આ કિસ્સો આપણા તમામ માટે લાલબત્તી સમાન છે. જે રીતે યુવકનો જીવ ગયો છે તે ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થઈ ગઈ છે.

મળતી માહિતી પ્રમાણે કોઠારિયા રોડ પર આવેલા વિવેકાનંદનગર-14માં રહેતા અશ્વિનભાઇ મગનભાઇ પાનસુરિયા નામનો યુવાન મંગળવારે તેના કોઠારિયા રોડ પર આવેલા શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા કારખાનાની ઓફિસમાં હતો. બપોર પછી ચારેક વાગ્યાના અરસામાં ઓફિસમાં રહેલા ડીવીઆરમાં કોઇ સમસ્યા આવી હોવાથી થયો હોય યુવક ચેક કરી રહ્યો હતો. આ સમયે સમયે અચાનક ડીવીઆરમાં શોર્ટ સર્કિટ થતા તેમાંથી નીકળેલા તણખા નીચે પડેલા સેનિટાઇઝરની બોટલ અને કેરોસીનના ડબલા પર પડ્યા હતા.

ટેબલ પાસે સેનિટાઇઝરની બોટલ અને કેરોસીનનું ડબલું પડ્યું હતું જેનાથી જોત જોતામાં ટેબલ આગની લપેટમાં આવી ગયું હતું અને અશ્વિનભાઇ ટેબલ પર હોવાથી તે પણ આગની લપેટમાં આવી ગયા હતા. અશ્વિનભાઈ ગંભીર રીતે દાઝી જતા બૂમાબૂમ કરી મૂકી હતી. જે બાદ અશ્વિનભાઈએ કારખાનાની અંદરથી આગમાં લપેટાયેલી હાલતમાં જ બહાર દોડી આવ્યા હતા.

આ પણ વાંચો : સુરતમાં  વ્યાજખોરોનો આતંક, વ્યાજ ન ચૂકવી શકનાર યુવક અને પરિવારને જાહેરમાં ફટકાર્યાં

અશ્વિનભાઇની બૂમ સાંભળી અન્ય લોકો દોડી આવ્યા હતા. આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને લોકોએ પોતાની ઓફિસ કે કારખાનામાં રહેલા કપડાંથી અશ્વિનભાઈ પર લાગેલા આગ બૂઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. દાઝી ગયેલા અશ્વિનભાઇને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડી ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ આગની લપેટમાં આવી ગયેલા ટેબલ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગમાં ગંભીર રીતે દાઝી ગયેલા અશ્વિનભાઇએ ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો.

Poll :


First published: June 4, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading