રાજકોટઃ છૂટેછાડા બાદ પૂર્વ પત્નીને મળવા બોલાવી છરીના ઘા ઝીંકી હત્યા

News18 Gujarati
Updated: March 12, 2018, 5:09 PM IST
રાજકોટઃ છૂટેછાડા બાદ પૂર્વ પત્નીને મળવા બોલાવી છરીના ઘા ઝીંકી હત્યા

  • Share this:
એક સમય હતો જ્યારે રાજકોટની છબી રંગીલા શહેર તરીકેની હતી. પરંતુ શહેરમાં દિવસે અને દિવસે જે રીતે ગુનાખોરીનો ગ્રાફ ઉપર રહ્યો છે ત્યારે એવું લાગી રહ્યું છે કે શહેરની છબી રંગીલા તરીકેને મટીને ગુનાખોરીની થઈ ચુકી છે. રાજકોટમા લગ્ન જેવા પવિત્ર સંબંધનું ખૂન થતો કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટમા અશ્વિન પરમાર નામના પતિએ તેની જ પૂર્વ પત્નનીને છરીના બે ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. મળતી માહિતી પ્રમાણે અશ્વિને તેની પૂર્વ પત્ની દિપીકાને ફોન કરી મળવા બોલાવી હતી. પત્ની કેટરસના કામકાજે હોઈ તેને ખાનગી પાર્ટી પ્લોટ પાસે મળવા બોલાવ્યો હતો. આ સમયે દિપીકા પાર્ટી પ્લોટની બહાર નીકળતા અશ્વિને છરીના બે ઘા ઝીંકી તેણીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં સારવાર દરમિયાન તેનું મોત થઈ જતાં બનાવ હત્યામાં બદલાઈ ગયો હતો.

આ અંગે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એસ. વણઝારાએ જણાવ્યું હતું કે, 'આજે મોડી રાત્રે અમારે ત્યા કંટ્રોલમાંથી વર્ધી આવી હતી કે ખાનગી પાર્ટી પ્લોટ પાસે એક યુવતીને છરીના બે ઘા ઝીંકી દેવામાં આવ્યા છે. આ બાબતે તેને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવી હતી. જ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, અશ્વિન અને દિપીકાએ બે વર્ષ પૂર્વે લગ્ન કર્યા હતા. જે બાદ બંને વચ્ચે છેલ્લા કેટલાંય સમયથી માથાકૂટ ચાલતી હતી. અશ્વિન અવાર નવાર દિપીકાને મારતો હોવાની ફરિયાદ પણ પોલીસને મળી હતી. જે બાદ બે માસ પૂર્વે જ બંનેના છૂટાછેડા કોર્ટના માધ્યમથી થતા બંને છૂટા પડ્યા હતા. દિપીકા કેટરસમા કામ કરતી હોઈ જેથી અશ્વિન તેના ચરિત્ર પર શંકા કરતો હતો.

નોંધનીય છે કે એક વહેમ કે શંકા લગ્ન જેવા પવિત્ર સંબંધનું પતન કરી નાખે છે. રાજકોટમાં બનેલો આ કિસ્સો આપણા સભ્ય સમાજ માટે ચોંકાવનારો છે.

સ્ટોરીઃ અંકિત પોપટ, રાજકોટ
First published: March 12, 2018, 5:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading