રાજકોટ: યુવકે 12મા માળેથી કૂદીને કર્યો આપઘાત, બનાવ સીસીટીવીમાં કેદ થયો

રાજકોટ: યુવકે 12મા માળેથી કૂદીને કર્યો આપઘાત, બનાવ સીસીટીવીમાં કેદ થયો
આપઘાત કરવા જઈ રહેલો યુવક.

રાજકોટમાં આપઘાતનો વધુ એક બનાવ: યુવક બાઇક લઈને આવ્યો અને બિલ્ડિંગના 12મા માળેથી કૂદી ગયો, ઘટના સીસીટીવીમાં કેદ થઈ.

  • Share this:
રાજકોટ: રાજકોટ શહેર (Rajkot City)માં ફરી એક વખત આપઘાત (Suicide)નો બનાવ સામે આવ્યો છે. શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલા અયોધ્યા ચોક પાસે 'ધ સ્પાયર' (The spire) નામની બિલ્ડિંગના બારમા માળેથી એક યુવકે કૂદકો મારી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવકના આ આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ (CCTV Footage)માં કેદ થવા પામી છે. યુવકના પિતા એલઆઈસીમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. આજે પિતા કામથી બહાર ગયા હોવાથી યુવક ઘરેથી બાઈક લઈને નીકળી ગયો હતો.

આપઘાતના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કઇ રીતે યુવક બિલ્ડિંગના 12મા માળેથી કૂદકો લગાવીને આપઘાત કરે છે. આપઘાતના બનાવની જાણ થતાં જ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 108 અને યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલી 108ની ટીમે યુવકને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાસ્થળ પર પહોંચેલી યુનિવર્સિટી પોલીસ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી લાશને શહેરના સિવિલ હૉસ્પિટલ ખાતે આવેલા પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે. મૃતકે નાઈટ ડ્રેસ પહેર્યો હોવાથી તેની પાસેથી તેની ઓળખ થઇ શકે તે પ્રકારનું કોઈ પણ સાહિત્ય મળી આવ્યું ન હતું. પોલીસ તપાસમાં આપઘાત કરનાર યુવકનું નામ ભાવિક પાંજલિયા હોવાનું સામે આવ્યું છે. ભાવિકના પિતા LICમાં નોકરી કરે છે. આ ઉપરાંત ભાવિકની માનસિક રોગની દવા ચાલતી હોવાનું સામે આવ્યું છે.

આજે ભાવિકના પિતા જામનગર ગયા હોવાથી તે પોતાના હનુમાન મઢી ચોક નજીક આવેલા ઘરેથી બાઇક લઇને નીકળી ગયો હતો. જે બાદમાં બિલ્ડિંગ પરથી કૂદીને આપઘાત કરી લીધો હતો.યુવકની ઉંમર 30 વર્ષની આસપાસ લાગી રહી છે. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવક એક બાઇક લઈને અહીં આવી પહોંચે છે અને ત્યાર બાદ બિલ્ડિંગ ઉપર ચઢીને ત્યાંથી કૂદીને આપઘાત કરી લે છે. આ બિલ્ડિંગ ખાતે વિવિધ બેંકો, કંપનીઓ અને ખાનગી ઓફિસો આવેલી છે. પોલીસે યુવકની ઓળખ કરવા માટે યુવકના બાઇકના નંબર પરથી તેનું સરનામું શોધવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

સીસીટીવીમાં જોઈ શકાય છે કે યુવક 12મા માળે દરવાજો ખોલીને પહેલા નીચે તરફ જુએ છે. જે બાદમાં ત્રણથી ચાર ફૂટ ઊંચી પાળી પર ચઢે છે. જે બાદમાં પાળી પર ઊભા રહીને નીચે પડતું મૂકે છે. યુવક જ્યારે નીચે પટકાય છે ત્યારે થોડી જ સેકન્ડ પહેલા નીચે એક યુવતી સ્કૂટર લઈને નીકળે છે.
Published by:Vinod Zankhaliya
First published:November 25, 2020, 15:29 pm

टॉप स्टोरीज