રાજકોટનાં યુવાનોએ બનાવી છે મહિલાઓની સુરક્ષા માટે ખાસ એપ

રાજકોટનાં યુવાનોએ બનાવી છે મહિલાઓની સુરક્ષા માટે ખાસ એપ
પ્રતિકાત્મક તસવીર

મહિલાઓ મુશ્કેલીના સમયમાં ફક્ત એક જ બટન દબાવશે અને તેના પરિવાર કે મિત્રોને થઈ જશે મુશ્કેલીની જાણ.

  • Share this:
રાજકોટ : સામાન્ય રીતે દેશમાં અને ખાસ કરીને રાજકોટમાં (Rajkot) મહિલાઓ પર અત્યાચાર અથવા તો હત્યા કે બળાત્કાર જેવી ઘટનાઓ અનેકવાર બની રહી છે જેને ધ્યાનમાં રાખીને  મહિલાઓની (Women) સુરક્ષા (Security) જરૂરી બની છે. મહિલાઓએ પણ જાતે પોતાની સુરક્ષાનું ધ્યાન રાખે તો કદાચ તેમની સાથે બનતા ગુનાઓની સંખ્યા ઓછી થઇ શકે છે. અત્યારનાં આધુનિક યુગમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે તો પણ ઘણા ગુનાઓ બનતા અટકે છે અને અથવાતો ગુના બન્યા બાદ તાત્કાલિક આરોપીઓ સુધિઓ પહોચી શકાઈ છે. મહિલાઓ પોતે જ પોતાનું રક્ષણ કરી શકે તેને લઈને રાજકોટના એક યુવા ગ્રુપ દ્વારા ખાસ પ્રકારની મોબાઈલ એપ્લીકેશન 'રક્ષક' (Rakshak) બનાવવામાં આવી છે. જેમાં મહિલાઓ જયારે મુસીબત માં હોઈ ત્યારે ફક્ત એક જ બટન દબાવવાથી અન્ય લોકોને જાણ થઇ શકે છે.

કઈ રીતે કાર્ય કરે છે રક્ષક એપ જયારે કોઈપણ વ્યક્તિ મુસીબતમાં હોય ત્યારે મોબાઈલ નું એક બટન દબાવી દેવાથી એપની અંદર સ્ટોર કારેલા કોઈપણ પાંચ વ્યક્તિઓનાં મોબાઈલ નંબર પર મેસેજ પહોંચી જશે અને કોઈપણ એક વ્યક્તિને ફોન પણ લાગી જશે. આ ઉપરાંત જે વ્યક્તિઓને મેસેજ પહોચ્યો હશે જેમાં મુસીબતમાં રહેલા વ્યક્તિની તમામ ડિટેલ જેવી બાર માહિતીઓ પહોચશે.

આ પણ વાંચો : સેનાથી રાજનીતિ સુધી, દરેક ક્ષેત્રમાં પહેલીવાર નામ રોશન કરનારી ભારતીય મહિલાઓ

મુસીબતમાં રહેલી વ્યક્તિનાં મોબાઈલની તમામ વિગત, લોકેશન, બેટરીની ટકાવારી, છેલ્લા પાંચ કોલ નંબરની ડીટેલ, લોકેશન, સહિતની તમામ માહિતીઓ મેસેજમાં મળશે આ પાંચ વ્યજ્તિઓ ઉપરાંત 108 અને અન્ય ઈમરજન્સી નંબરને પણ આ તમામ માહિતી મળશે.

આ પણ વાંચો : ભૂતકાળની ભૂલોને સુધારી કેદીઓને પગભર બનાવે છે રાજકોટ જેલનાં મહિલા સુપ્રિટેન્ડન્ટ

મહિલાઓ સાથે કોને કોને મદદરૂપ થાય?

આ એપ ફક્ત મહિલાઓને જ મુશ્કેલીમાંથી ઉગારતી નથી પરંતુ અનેક જોખમી કામો પણ કરતા સમયે આ એપ મદદરૂપ થઇ શકે  છે. જેમ કે, મહિલાની મુશ્કેલીનાં સમયે, સિનીયર સીટીઝનને, બાળકોની સુરક્ષાને, મેડીકલ ઈમરજન્સી, રેપ, મર્ડરથી બચવા, કેશની હેરાફેરી કરનારા લોકો, આંગડીયા પેઢીના કર્મચારીઓ સહિતનાઓ જયારે મુશ્કેલીમાં આવે ત્યારે તેને આ એપ બચાવી શકે છે.

આ વીડિયો પણ જુઓ : 
Published by:News18 Gujarati
First published:March 08, 2020, 13:00 pm

ટૉપ ન્યૂઝ