રાજકોટ: પોલીસ કોન્સ્ટેબલે બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપતા યુવકનો આપઘાત

રાજકોટ: પોલીસ કોન્સ્ટેબલે બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપતા યુવકનો આપઘાત
ધમકી આપી રહેલો પોલીસ કોન્સ્ટેબલ.

યુવકે તારીખ 19-12-2020ના રોજ અશ્વીન ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.

 • Share this:
  રાજકોટ: શહેરમાં એક માસ પૂર્વે ગેસ્ટ હાઉસ (Guest house)માં ઝેરી દવા પીને આપઘાત (Suicide) કરી લેનાર યુવકના કેસમાં નવો જ ફણગો ફૂટ્યો છે. યુવકે પોલીસ કોન્સ્ટેબલની ધમકીથી ડરીને આપઘાત કરી લીધાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસ કોન્સ્ટેબલ (Police constable) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ યુવકને ધમકી આપી રહ્યો હોય તેવા સીસીટીવી ફૂટેજ (CCTV footage) પણ સામે આવ્યા છે. આ કેસમાં મૃતક યુવક આરોપીની સાળાની પત્ની સાથે ફોન અને સોશિયલ મીડિયા થકી વાતચીત કરતો હોવાનું સામે આવ્યું છે. આ વાતને લઈને કોન્સ્ટેબલે યુવકને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

  બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી  મળતી માહિતી પ્રમાણે ભરત જીવણભાઈ સવસેટા નામના પોલીસ કોન્સ્ટેબલ મૃતક યુવકને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની તેમજ જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ કોન્સ્ટેબલ સામે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. યુવકને આત્મહત્યાની ફરજ પાડવા સબબ આ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આઈપીસી 306 અને 506(2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એટલું જ નહીં, પોલીસ કોન્સ્ટેબલ યુવકને ધમકી આપતો હોય તેવા CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

  આ પણ વાંચો: શાળા બંધ છે, શિક્ષક નહીં!: નર્મદાના શિક્ષકની અનોખી પહેલ, શરૂ કરી હરતી-ફરતા ફળિયા શાળા

  ફરિયાદ પ્રમાણે મૃતક વિક્રમ ખાંડેખા આરોપીના સાળાની પત્ની સાથે મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયા થકી વાતચીત કરતો હતા. આ વાતને લઈને આરોપી કોન્સ્ટેબલે પીડિત યુવકને સંબંધ તોડી નાખવા અને જો સંબંધ રાખશે તો બળાત્કારના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલે પીડિતને જીવથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. જે બાદમાં યુવકે તારીખ 19-12-2020ના રોજ અશ્વીન ગેસ્ટ હાઉસમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. વિક્રમનું ગેસ્ટ હાઉસમાં જ મોત થઈ ગયું હતું.

  આ પણ વાંચો: ધોળકાના મામલતદાર રૂ. 25 લાખની લાંચ લેતા ઝડપાયા, ભાઈ તામિલનાડુમાં IGP કક્ષાના અધિકારી, પિતા પૂર્વ SP 

  આ મામલે વિક્રમના ભાઈ તરફથી ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદ મોડી આપવા બાબતે વિક્રમના ભાઈ વિજયભાઈએ જણાવ્યું હતું કે, અમે એક જ કુટુંબના તેમજ જ્ઞાતીના છીએ. આ ઉપરાંત ભાઈના મોતથી પરિવારને આઘાત લાગ્યો હોવાથી ફરિયાદ આપવામાં મોડું થયું છે.
  Published by:Vinod Zankhaliya
  First published:January 20, 2021, 13:32 pm

  ટૉપ ન્યૂઝ