રાજકોટ: 'તેરી ગલિયો મેં ના રખેંગે કદમ, આજ કે બાદ,' પ્રેમીએ પ્રેમિકાની સામે ઝેરી દવા ગટગટાવી

રાજકોટ: 'તેરી ગલિયો મેં ના રખેંગે કદમ, આજ કે બાદ,' પ્રેમીએ પ્રેમિકાની સામે ઝેરી દવા ગટગટાવી
ઇનસેટમાં આપઘાત કરી લેનાર યુવક.

રાજકોટ: પ્રેમિકાએ લગ્નનો પ્રસ્તાવ નકારી દેતા પ્રેમીએ તેની નજર સામે જ ઝેર ગટગટાવી લીધું, હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત.

  • Share this:
રાજકોટ: શહેરમાં આપઘાત (Rajkot suicide case)નો વધુ એક બનાવ બનાવ સામે આવ્યો છે. જેમાં પ્રેમિકા (lover)એ લગ્ન કરવાની ના પાડી દેતાં પ્રેમીએ પ્રેમિકાના ઘરની સામે જ ઊભા રહીને ઝેરી દવા ગટગટાવી લઈને જીવન ટૂંકાવ્યું છે. દાયકાઓ પહેલાં એક ફિલ્મ રજૂ થઇ હતી જેનું નામ હતું "હવસ". આ ફિલ્મમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર મહમદ રફી (Mohammed Rafi) દ્વારા એક ગીતને પોતાનો અવાજ આપવામાં આવ્યો હતો. આ ગીતના શબ્દો હતા "તેરી ગલિયો મેં ના રખેંગે કદમ, આજ કે બાદ. તેરે મિલને કો ના આયેંગે સનમ, આજ કે બાદ."

રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર 25 વારિયા ક્વાર્ટરમાં વિપુલભાઈ વલ્લભભાઈ મકવાણા નામના 27 વર્ષિય યુવકે પોતાની પ્રેમિકાના ઘર સામે ઊભા રહી ઝેરી દવા પીધી હતી. પ્રેમીની તબિયત લથડતા પ્રેમિકા શિવાની તેને સારવાર અર્થે હૉસ્પિટલ પણ લઈ ગઈ હતી. જ્યાં સારવાર દરમિયાન વિપુલ મકવાણાએ દમ તોડયો હતો. બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ પણ હૉસ્પિટલે દોડી આવ્યો હતો. હૉસ્પિટલ પહોંચેલા પોલીસ સ્ટાફે વિપુલની પ્રેમિકા શિવાની પ્રવીણ લાઠીયાની પૂછપરછ કરી હતી.આ પણ વાંચો: ઑનલાઇન ડેટિંગથી આ મહિલા દરરોજ કરે છે પાંચ લાખ રૂપિયાની કમાણી, જાણો ક્યારે અને શા માટે શરૂ કર્યું આ કામ!પોલીસની પૂછપરછમાં શિવાની લાઠીયાએ જણાવ્યું હતું કે, "વિપુલ હુડકો ચોકડી નજીક રહેતો હતો અને રિક્ષા ચલાવતો હતો. તે છેલ્લા ઘણા સમયથી વિપુલ સાથે પ્રેમ સંબંધમાં હતી. રવિવારના રોજ સવારે તે મારા ઘરે આવ્યો હતો. વિપુલે મને લગ્ન કરી લેવાની વાત કરી હતી. પરંતુ અમારા બંનેની જ્ઞાતિ અલગ હોવાથી લગ્ન શક્ય ન હોવાથી મેં ના કરી હતી. જે બાદમાં વિપુલે તેની સાથે રહેલી શીશીમાંથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હું તેને સારવાર માટે હૉસ્પિટલ લાવી હતી."

આ પણ વાંચો: અમદાવાદ: ડોમિનોઝ પીઝાના ડિલિવરી બોયની 'ગંદી' હરકત કેમેરામાં કેદ, વીડિયો વાયરલ

પોલીસ તપાસમાં મૃતક વિપુલ મૂળ સાવરકુંડલા પંથકનો હોવાનું સામે આવ્યું છે. સાથે જ તે ત્રણ ભાઇમાં મોટો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ રાજકોટ શહેરમાં પત્ની ઘર છોડીને જતી રહેતા મહાશક્તિ પાર્કમાં રહેતા સંજય ભવનભાઈ બેલડિયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ રીતે એક પ્રેમીએ તેની પ્રેમિકાએ લગ્નની ના પાડતા તો એક પતિએ તેની પત્ની ઘર છોડીને જતી રહેતા આપઘાતના બે બનાવ બન્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:January 11, 2021, 13:33 pm