રાજકોટમાં હવે દરેક વોર્ડમાંથી જન્મ-મરણના દાખલા મેળવી શકાશે

News18 Gujarati
Updated: April 27, 2018, 12:06 PM IST
રાજકોટમાં હવે દરેક વોર્ડમાંથી જન્મ-મરણના દાખલા મેળવી શકાશે

  • Share this:
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્મ-મરણ વિભાગની સેવા લોકોને તેમના વિસ્તારમાં મળી શકે એવી વ્યવસ્થા ગોઠવી રહી છે. આ બાબતે પ્રથમ તબક્કામાં વોર્ડ નં.૦૧, ૦૨, ૦૪, ૦૯, ૧૪,માં જન્મના દાખલાની નકલ મળવાનો પ્રારંભ થયો છે.

રાજકોટ શહેરનો વિસ્તાર ખુબ જ વધવા પામ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના જુદા જુદા કામો માટે નગરજનોને મુખ્ય કચેરી સુધી આવવું ન પડે તે માટે ઘણા
વર્ષોથી ત્રણ ઝોન કચેરીઓ શરૂ કરવામાં આવેલી છે. આં ઉપરાંત મિલકત વેરો ભરવા, ફૂડ લાયસન્સ, શોપ લાયસન્સ, તેમજ પોતાના વિસ્તારની જે કોઈ પણ ફરિયાદ હોય તે તમામ સુવિધાઓ વોર્ડ ઓફિસોમાં શરૂ કરવામાં આવેલી છે. તે જ રીતે જન્મ મરણ વિભાગની સેવાઓ પણ શહેરીજનોને પોતાના વિસ્તારમાં મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે માહિતી આપતા આરોગ્ય સમિતિના ચેરમેન મનીષ રાડીયા એક યાદીમાં જણાવે છે કે,પ્રથમ તબક્કામાં વોર્ડ નં.૦૧, ૦૨, ૦૪, ૦૯, અને ૧૪ વોર્ડમાં જન્મના દાખલાની નકલ મળી શકે તે માટે વોર્ડ નં.૧૪ સિંદુરિયા ખાણ શોપીંગ સેન્ટર પાસે આવેલગ વોર્ડ ઓફીસ ખાતેથી શુભારંભ કરવામાં આવેલો છે.
રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકોને જણાવ્યુ કે, વર્ષ ૧૯૮૫થી હાલની છેલ્લી તારીખ સુધી નોંધાયેલ જન્મના પ્રમાણપત્ર પ્રાપ્ત થશે. આં કામગીરીનો સમય કોર્પોરેશનની ઓફીસ કામગીરીના સમય દરમ્યાન તથા કામગીરીના દિવસોએ જ પ્રાપ્ત થશે.પ્રમાણપત્ર મેળવવા નિયત અરજીપત્રક સાથે રજુ કર્યા બાદ મળી શકશે.

પ્રતિ જન્મના દાખલા માટે નિયત કરેલ ફી રૂપિયા-૫ (પાંચ) ઓફિસે ભરવાની રહેશે. આ જન્મ પ્રમાણપત્ર જે તે વોર્ડમાં આવેલી નિયત કરેલ વોર્ડ ઓફિસમાંથી જ પ્રાપ્ત થશે. વોર્ડ ઓફિસેથી જન્મના દાખલામાં કોઈ જાતનો સુધારો થઇ શકશે નહી. વોર્ડ ઓફિસેથી જન્મના દાખલામાં બાળકનું નામ દાખલ થઇ શકશે નહી.વિશેષમાં અત્યાર સુધી ત્રણેય ઝોન ઓફિસથી જન્મમરણ દાખલા પ્રાપ્ત હતા. હવે પ્રથમ તબક્કામાં પાંચ વોર્ડ ઓફિસથી, ત્યારબાદ ૧૫ દિવસ બાદ બીજા તબક્કામાં  ૧૮ વોર્ડ ઓફિસથી જન્મના દાખલા પ્રાપ્ત થશે ત્યારબાદ ૧૫ દિવસ બાદ ત્રીજા તબક્કામાં તમામ વોર્ડ ઓફિસથી જન્મ-મરણના દાખલા પણ પ્રાપ્ત થશે.
First published: April 27, 2018, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading